આઇ-ખેડૂત પોર્ટલ પર કાંટાળી તારની વાડ/તાર ફેન્સિંગ યોજના માટે અરજીઓ મંગાવાઇ

આઇ-ખેડૂત પોર્ટલ પર કાંટાળી તારની વાડ/તાર ફેન્સિંગ યોજના માટે અરજીઓ મંગાવાઇ

હિન્દ ન્યુઝ, 

ભાવનગર જિલ્લાનાં ખેડૂત મિત્રોને કાંટાળી તારની વાડ/તાર ફેન્સિંગ યોજના પાકસંરક્ષણ માટે ખેતરની ફરતે તાર ફેન્સિંગ બનાવવાની યોજના માટે તા.૦૮/૧૨/૨૦૨૩ સવારે ૧૦:૩૦ કલાક થી i-khedut પોર્ટલ પર અરજી કરી શકાશે. પાકસંરક્ષણ માટે ખેતરની ફરતે તાર ફેન્સિંગ બનાવવાની યોજના ૨ હેક્ટર જમીન ધરાવતો ખેડૂત અથવા તેનાથી ઓછી જમીન હોય તો ગ્રુપમાં બાજુનાં સર્વે નંબર વારા ખેડૂત ભેગા મળી એકને લીડર બનાવી અરજી કરી શકશે. ખેડૂતોના મહામુલ્ય પાકને રોઝ/ ભૂંડ જેવા પ્રાણીઓનાં ત્રાસથી રક્ષણ માટે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય છે. 

અરજદાર ખેડૂત/ખેડૂતોના જૂથની વિગતોમાં બેંક ખાતાની વિગતો (ગ્રુપમાં અરજી હોય તો ફક્ત ગ્રુપ લીડરની વિગતો), તમામ ખેડૂતોનાં ૭-૧૨ /૮અ તથા આધાર આધારકાર્ડ, અગાઉ આ યોજનાનો લાભ મળેલ નથી તેવું કબૂલાત નામુ જોડવાનું રહેશે.

આ યોજના અંતર્ગત રનિંગ મીટર દીઠ રૂ.૨૦૦ અથવા કુલ ખર્ચના ૫૦% બંને માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે. જેમાં થાંભલા ઊભા કરવા માટે ખાડાનું માપ ૦.૪૦મી પહોળાઈ તથા ૦.૪૦ મી લંબાઈ અને ૦.૬૦ ઊંડાઈ, દર ૧૫ મીટર સહાયક થાંભલા બંને બાજુ મૂકવાના રહશે તેનું માપ મૂળ થાંભલા જેટલું જ રહશે. બે થાંભલા વચ્ચે વધુમાં વધુ ૩ મીટર રાખવાનું રહેશે. જમીનની નીચે ૦.૯૨મી (૩ ફૂટ) લોખંડની જાળી બાંધવાની રહેશે જાલીનો વ્યાસ ૩.૨૦ mm હોવો જોવે. કાંટાળા તાર ISI માર્કવાળા, ગેલ્વેનાઇજે, જી.આઈ કોટેડ તેનો વ્યાસ ૨.૫૦mm થાંભલાના પાયામાં સિમેન્ટ કોંક્રીટથી પૂરાણ કરવાનું રહેશે. તેમ ખેતીવાડી શાખા, જિલ્લા પંચાયત, ભાવનગરની યાદીમાં જણાવેલ છે.

Related posts

Leave a Comment