જાહેર નાણાંનો હિસ્સો ધરાવતી તમામ સંસ્થાઓ, કચેરીઓ તથા રાજકીય પક્ષોએ ચુસ્તપણે આદર્શ આચાર સંહિતાનો અમલ કરવાનો રહેશે- જિલ્લા ચૂંટણી અધિકારી બી.કે.પંડયા

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪

હિન્દ ન્યુઝ, જામનગર 

    ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હી દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ તા.૦૭/૦૫/૨૦૨૪ ના રોજ યોજવા માટેનો વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. આથી તા.૧૬/૦૩/૨૦૨૪ ના રોજથી ભારતના ચૂંટણી પંચે બહાર પાડેલ રાજકીય પક્ષો અને ઉમેદવારો માટે આદર્શ આચાર સંહિતા, અધિકારી તથા કર્મચારીઓની બદલી પર પ્રતિબંધ સહિતની મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજવા માટેની તમામ સૂચનાઓ અમલમાં આવેલ છે.આ સુચનાઓનો અમલ રાજ્ય સરકાર, રાજકીય પક્ષો, ઉમેદવારો, સચિવાલયના તમામ વિભાગો, ખાતાઓ, કચેરીઓ, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, બોર્ડ/નિગમો, સહકારી મંડળીઓ વગેરે કે જેમાં જાહેર નાણાંનો જરા પણ હિસ્સો હોય તેવી તમામ સંસ્થાઓએ ચુસ્તપણે કરવાનો રહેશે. આ સુચનાઓનો ભંગ કરનાર સામે ભારતનું ચૂંટણી પંચ, નવી દિલ્હી, મુખ્ય નિર્વાચન અધિકારી તેમજ જિલ્લા ચૂંટણી અધિકારી કે ચૂંટણી અધિકારી કાર્યવાહી હાથ ધરશે. આથી આચાર સંહિતા તેમજ મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજવા સંબંધી ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હીની સુચનાઓનો સર્વેને આ ચૂંટણીમાં ચુસ્તપણે અમલ કરવા બી.કે.પંડયા, જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર, જામનગર દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે.

 

 

Related posts

Leave a Comment