વ્હીકલ ટેક્ષ એક્ટ-૧૯૫૮ની જોગવાઇઓના ભંગ બદલ જપ્ત વાહનોની હરાજી અંગે સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી, બોટાદ દ્વારા જાહેરજોગ

હિન્દ ન્યુઝ, બોટાદ     આથી શાખ ધરાવતા વ્યક્તિઓને જણાવવામાં આવે છે કે નીચે દર્શાવેલ વાહનો એ.આર.ટી.ઓ. બોટાદ દ્વારા ગુજરાત મોટર વ્હીકલ ટેક્ષ એક્ટ-૧૯૫૮ની જોગવાઇઓના ભંગ બદલ જપ્ત કરેલ છે. તે વાહનો “જેમ છે જયાં છે અને જે છે તે” (As is where is bases and As is what is basis) રીતે હરાજી કરવાની હોય. તો ઠરાવેલ શરતોએ ટુ બીડ સિસ્ટમ (કોમર્શિયલ બિડ તથા પ્રાઇઝ બીડ)થી ટેન્ડર અલગ અલગ સીલબંધ કવરમાં રજી.એડી સ્પીડ પોસ્ટથી મંગાવવામાં આવે છે. કચેરીના કામકાજના દિવસો દરમ્યાન તા. ૧૦-૦૩-૨૦૨૫ થી તા. ૧૮-૦૩-૨૦૨૫ સુધીમાં સવારે ૧૧.૦૦ થી…

Read More

બોટાદ જિલ્લાકક્ષા સ્પોર્ટસ સ્કૂલ યોજના અંતર્ગત પ્રવેશ માટે અંડર- ૯ અને ૧૧ના ખેલાડીઓની બેટરી ટેસ્ટ યોજાશે

હિન્દ ન્યુઝ, બોટાદ     સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત સંચાલિત જિલ્લાકક્ષા સ્પોર્ટસ સ્કૂલ યોજના અંતર્ગત ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત તાલુકાકક્ષાની અંડર ૦૯ અને અંડર ૧૧ ઈવેન્ટમાંથી પસંદગી પામેલા પ્રથમ ૧થી ૮ ક્રમાંક પ્રાપ્ત કરેલ ખેલાડીઓ (ભાઈઓ/બહેનો) જિલ્લાકક્ષા ટેલેન્ટ આઈડેન્ટીફીકેશન (બેટરી ટેસ્ટ) આપવા માટે શ્રી આદર્શ વિદ્યાલય હડદડ, બોટાદ ખાતે તા.૧૧/૦૩/૨૦૨૫ના રોજ બહેનો અને તા.૧૨/૦૩/૨૦૨૫ના રોજ ભાઈઓએ સવારે ૦૭.૦૦ કલાકે હાજર રહેવાનું રહેશે. ટેલેન્ટ આઈડેન્ટીફીકેશન (બેટરી ટેસ્ટ)માં ખેલ મહાકુંભ ૩.૦ રજીસ્ટ્રેશન સ્લીપ, આધારકાર્ડ, જન્મ તારીખના દાખલાની ઝેરોક્ષ અને ૩ પાસપોર્ટ સાઈઝના ફોટા સાથે સ્વ ખર્ચે ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે. વધુ માહિતી…

Read More

બોટાદ જિલ્લાની વિવિધ શાળાઓમાં જાગૃતિલક્ષી કાર્યક્રમોની વણઝાર : લાલ બહાદુર પ્રાથમિક શાળા નંબર 25માં વિદ્યાર્થીઓને જરૂરી મુદ્દાઓ અંગે માર્ગદર્શિત કરાયા

હિન્દ ન્યુઝ, બોટાદ             બાળપણથી જ બાળકનું સિંચન જો યોગ્ય રીતે થાય તો તેમના વિકાસનો પાયો મજબૂત બની શકે છે.બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક કે.એફ. બલોળિયાના માર્ગદર્શન હેઠળ તેમજ જિલ્લા મહિલા બાળ અધિકારી આઈ.આઈ.મન્સૂરીના વડપણ હેઠળ બોટાદ જિલ્લાની વિવિધ શાળાઓમાં જાગૃતિલક્ષી કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. ત્યારે લાલ બહાદુર પ્રાથમિક શાળા નંબર 25માં ગુડ ટચ બેડ ટચ અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શિત કરાયા હતા.  દરેક બાળક સમજદાર બને, બાળકો સારો અને ખરાબ સ્પર્શ ઓળખે અને દરેક બાળક શોષણથી તેમનો બચાવ કઈ રીતે કરી શકે તેના વિશે પોલીસ સ્ટેશન બેઇઝડ…

Read More

કોડિનાર ખાતે પ્રતિભાશાળી ખેલાડીઓની પસંદગી માટે ‘બેટરી ટેસ્ટ‘ યોજાશે

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ       સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા સંચાલિત જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ યોજના અંતર્ગત ટેલેન્ટ આઈડેન્ટીફીકેશન દ્વારા પ્રતિભાશાળી ખેલાડીઓની પસંદગી પ્રક્રિયાના ભાગરૂપે તા. ૧૧ માર્ચના રોજ બહેનો માટે તથા તા.૧૨ માર્ચ ૨૦૨૫ના રોજ ભાઈઓ માટે જિલ્લા કક્ષા બેટરી ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. કોડિનાર બાયપાસ પાસે, સોમનાથ એકેડેમી ખાતે સવારે ૦૭:૦૦ કલાકે તા.૧૧ અને ૧૨ માર્ચના રોજ આ ટેસ્ટ યોજાશે. જેમાં ખેલ મહાકુંભ ૩.૦ માં તાલુકા કક્ષાની અં-૯ અને અં-૧૧ ની ૩૦ મીટરદોડ, ૫૦ મીટર દોડ અનેસ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ ઇવેન્ટ યોજાશે. ક્રમ (૧) થી (૮)…

Read More

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ ગીર સોમનાથ જિલ્લાના પ્રવાસે

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ      કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ આજરોજ ગીર સોમનાથ જિલ્લાના પ્રવાસે છે.  કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી દ્વાદશ જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિગ સોમનાથ મહાદેવના દર્શન કરશે અને બપોર બાદ કોડિનાર સુગર મિલના મેદાનમાં તાલાલા અને કોડિનાર સુગર મિલોના પુનરુદ્ધાર અને આધુનિકીકરણ કાર્યનું ભૂમિપૂજન કરશે. કોડિનાર સુગર મિલ પરિસર ખાતે યોજાનાર કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ સાથે સહકાર મંત્રી જગદિશ વિશ્વકર્મા અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે.

Read More

મિક્સ માર્શલ આર્ટ વૂશુ સ્પર્ધામાં ઝળક્યું ગીરનું હીર

વિશ્વ મહિલા દિવસ હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ      ખેલ મહાકુંભ અને વિવિધ રમતોના આયોજન થકી ખેલાડીઓને રમતગમત ક્ષેત્રે પ્લેટફોર્મ ઉપલબ્ધ થાય અને રાષ્ટ્રીય કક્ષાએ આગવી ઓળખ પ્રાપ્ત થાય એવો રાજ્ય સરકારનો ઉદ્દેશ્ય રહ્યો છે. રમતગમતની આવી અનેક સ્પર્ધાઓ થકી છેવાડાના ગામડાઓની શાળાઓના વિદ્યાર્થીઓમાં રહેલી પ્રતિભા બહાર આવે છે અને ભવિષ્યના ખેલાડીઓના વિકાસ માટે માર્ગ મોકળો બને છે.  સરકારના રમતગમતના પ્રયત્નોની ફળશ્રુતિ રૂપે વૂશુ સ્પર્ધામાં ગીરનું હીર ઝળક્યું છે. ગીર સોમનાથના નાના એવા પીપળવા ગામની વિદ્યાર્થિનીઓએ વેરાવળ ખાતે યોજાયેલી વૂશુ ચેમ્પિયનશીપમાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવી આત્મરક્ષાના પાઠ થકી ‘સશક્ત…

Read More

ગીર સોમનાથ જિલ્લાની ૪૬૦ શાળાઓમાં ૨૫,૦૦૦ વિદ્યાર્થિનીઓએ સ્વ-રક્ષણની તાલીમ મેળવી

વિશ્વ મહિલા દિવસ હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ     રાજ્ય સરકારે મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવાનો નિર્ણય કર્યો છે. જેમાં ‘રાણી લક્ષ્મીબાઇ આત્મરક્ષા પ્રશિક્ષણ પ્રોજેક્ટ’ હેઠળ ગીર સોમનાથ જિલ્લાની ૪૬૦ શાળાઓમાં ૨૫,૦૦૦ જેટલી વિદ્યાર્થિનીઓને સ્વ-રક્ષણની તાલીમ વડે સજ્જ અને શિક્ષિત બનાવવામાં આવી છે.  ગીર સોમનાથ જિલ્લા શિક્ષણ વિભાગમાંથી મળતી માહિતી મુજબ, જિલ્લાની ૪૬૦ શાળાઓમાં ધોરણ ૬ થી ૧૨ની વિદ્યાર્થિનીઓને ‘રાણી લક્ષ્મીબાઈ આત્મ રક્ષા પ્રશિક્ષણ પ્રોજેક્ટ’ અંતર્ગત ટ્રેઈન કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત સુરક્ષા સેતુ દ્વારા ત્રણ મહિના માટે નક્કી થયેલી એજન્સી, ગીર સોમનાથ કરાટે એસોસિયેશન દ્વારા જૂડો, બોક્સિંગ, કરાટે સહિતની…

Read More

શેત્રુંજય પર્વત પર રૂ. ૩૨૯૮ લાખથી વધુના ખર્ચે છ રૂટના રસ્તાઓની કામગીરી કરવામાં આવશે : રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા

હિન્દ ન્યુઝ, ભાવનગર        શેત્રુંજય પર્વતની પરિક્રમાના રૂટ પરના રસ્તાઓનાં કામ અંગે પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતાં રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે રાજ્યમાં પ્રવાસનના વિકાસ માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. જે અંતર્ગત શેત્રુંજય પર્વત પર છ રૂટના રસ્તાઓનાં કામોને મંજૂરી આપી, કુલ રૂ. ૩૨૯૮.૬૯ લાખની જોગવાઈ કરવામાં આવી છે.       વર્ષ જૂનાં ૧૦૮ જેટલાં નાનાં-મોટાં દેરાસરો અને ૮૭૨ જેટલી દેરીઓ આવેલી છે. એ દૃષ્ટિએ આ પ્રવાસનનું મોટું સ્થળ છે, જ્યાં વર્ષે આશરે ચારથી પાંચ લાખ પ્રવાસીઓ અહીં આવતાં હોય છે. આ માટે આસપાસનાં છ ગામોનો કનેક્ટિંગ…

Read More

ભાવનગર શહેરનો તા. ૨૬ માર્ચના તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર      ભાવનગર શહેર તા. ૨૬/૦૩/૨૦૨૫ ને બુધવારના રોજ ૧૧:૦૦ કલાકે સીટી મામલતદાર કચેરી, વિધાનગર, બી.પી.ટી.આઈ. સામે ભાવનગર શહેર ખાતે મુખ્યમંત્રીનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ, તાલુકા કક્ષાના પ્રશ્નોના નિકાલ કરવા માટે જિલ્લા વિકાસ અધિકારી, ભાવનગરના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવેલ છે.    આથી ભાવનગર સીટીના પ્રશ્નો માટે ભાવનગર શહેરના અરજદારઓ પાસેથી તા. ૧૦/૦૩/૨૦૨૫ સુધીમાં વિવિધ કચેરીઓમાં અનિર્ણીત પ્રશ્નોની આધાર પુરાવા સાથે અરજી મંગાવામાં આવે છે. પ્રશ્ન રજુ કરવા માટે જે તે અરજદારે ભાવનગર શહેર સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમના મથાળા નીચે સીટી મામલતદાર ભાવનગર ને પુરાવા સાથે અરજી કરવાની…

Read More

ભાવનગર જિલ્લામાં પશુઓ માટે વિનામૂલ્યે ખરવા-મોવાસા રસીકરણનો કાર્યક્રમ તા. ૧૫ માર્ચથી ૩૦ એપ્રિલ સુધી યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર      ગાય અને ભેંસ વર્ગના તમામ પશુઓ માટે ૧૦૦% કેન્દ્ર પુરસ્કૃત યોજના હેઠળ ખરવા-મોવાસા રસીકરણ કાર્યક્રમ તા. ૧૫/૦૩/૨૦૨૫ થી તા. ૩૦/૦૪/૨૦૨૫ દરમ્યાન સમગ્ર ભાવનગર જિલ્લામાં વિનામૂલ્યે હાથ ધરવામાં આવનાર છે. જેથી આ સમયગાળા દરમ્યાન આપના પશુઓને વિનામૂલ્યે રસીકરણ કરાવવા માટે ગામની દૂધ મંડળી અથવા નજીકની પશુ સારવાર સંસ્થાનો સંપર્ક કરવા નાયબ પશુપાલન નિયામકની અખબારી યાદીમાં જણાવાયું છે.

Read More