હિન્દ ન્યુઝ, બોટાદ
બાળપણથી જ બાળકનું સિંચન જો યોગ્ય રીતે થાય તો તેમના વિકાસનો પાયો મજબૂત બની શકે છે.બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક કે.એફ. બલોળિયાના માર્ગદર્શન હેઠળ તેમજ જિલ્લા મહિલા બાળ અધિકારી આઈ.આઈ.મન્સૂરીના વડપણ હેઠળ બોટાદ જિલ્લાની વિવિધ શાળાઓમાં જાગૃતિલક્ષી કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. ત્યારે લાલ બહાદુર પ્રાથમિક શાળા નંબર 25માં ગુડ ટચ બેડ ટચ અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શિત કરાયા હતા.
દરેક બાળક સમજદાર બને, બાળકો સારો અને ખરાબ સ્પર્શ ઓળખે અને દરેક બાળક શોષણથી તેમનો બચાવ કઈ રીતે કરી શકે તેના વિશે પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટરના કાઉન્સેલર દ્વારા વિદ્યાર્થીઓને માહિતગાર કરાયા હતા. સાથોસાથ વિદ્યાર્થીઓને સાયબર સુરક્ષા અંગે માર્ગદર્શિત કરાયા હતા, બાળકોને વર્તણૂક તેમજ વિવિધ હેલ્પલાઈન અને પોલીસની કામગીરી સમજાવવામાં આવી હતી. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓ તેમજ મહિલા સશક્તિકરણ કેન્દ્ર, બોટાદની કામગીરીની અંગે વાકેફ કરાયા હતા.શિબિરમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ શાળાના આચાર્ય-શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.