હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા સંચાલિત જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ યોજના અંતર્ગત ટેલેન્ટ આઈડેન્ટીફીકેશન દ્વારા પ્રતિભાશાળી ખેલાડીઓની પસંદગી પ્રક્રિયાના ભાગરૂપે તા. ૧૧ માર્ચના રોજ બહેનો માટે તથા તા.૧૨ માર્ચ ૨૦૨૫ના રોજ ભાઈઓ માટે જિલ્લા કક્ષા બેટરી ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે.
કોડિનાર બાયપાસ પાસે, સોમનાથ એકેડેમી ખાતે સવારે ૦૭:૦૦ કલાકે તા.૧૧ અને ૧૨ માર્ચના રોજ આ ટેસ્ટ યોજાશે. જેમાં ખેલ મહાકુંભ ૩.૦ માં તાલુકા કક્ષાની અં-૯ અને અં-૧૧ ની ૩૦ મીટરદોડ, ૫૦ મીટર દોડ અનેસ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ ઇવેન્ટ યોજાશે.
ક્રમ (૧) થી (૮) માં વિજેતા ખેલાડીઓ પસંદગી પામેલ ભાઈઓ તથા બહેનો આ બેટરી ટેસ્ટમાં ભાગ લઇ શકશે. વધુ માહિતી માટે ટેકનીકલ મેનેજર દિગ્વિજયસિંહ મોરી (મો.૯૭૨૩૧ ૨૧૪૪૯)નો સંપર્ક કરવા જિલ્લા રમત વિકાસ અધિકારી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, ગીર સોમનાથ કચેરીની એક યાદીમાં જણાવાયું છે.