કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ ગીર સોમનાથ જિલ્લાના પ્રવાસે

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ 

    કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ આજરોજ ગીર સોમનાથ જિલ્લાના પ્રવાસે છે. 

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી દ્વાદશ જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિગ સોમનાથ મહાદેવના દર્શન કરશે અને બપોર બાદ કોડિનાર સુગર મિલના મેદાનમાં તાલાલા અને કોડિનાર સુગર મિલોના પુનરુદ્ધાર અને આધુનિકીકરણ કાર્યનું ભૂમિપૂજન કરશે.

કોડિનાર સુગર મિલ પરિસર ખાતે યોજાનાર કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ સાથે સહકાર મંત્રી જગદિશ વિશ્વકર્મા અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે.

Related posts

Leave a Comment