છોટાઉદેપુર જિલ્લાની જન વિરાસત, પ્રાકૃતિક સુંદરતા, સ્થાનિક કલા અને જિલ્લાને ભારતની વિકાસ યાત્રા સાથે જોડતી અનોખી દોડ છોટાઉદેપુર મેરેથોન

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર

છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના ઇતિહાસમાં પ્રથમ વખત બોડેલી ખાતે ભવ્ય “છોટાઉદેપુર મેરેથોન”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેરેથોનનો મુખ્ય હેતુ નાગરિકોમાં ફિટનેસ પ્રત્યે જાગૃતિ લાવવી, યુવાનોની સક્રિય ભાગીદારી વધારવી તથા સમાજમાં સમાનતાના મૂલ્યોને મજબૂત કરવાનો હતો.

મેરેથોનને સાંસદ જશુભાઈ રાઠવા, ધારાસભ્યઓ અભેસિંહ તડવી તથા રાજેન્દ્રસિંહ રાઠવા, જિલ્લા કલેકટરl ગાર્ગી જૈન સહિતના મહાનુભાવોએ ફ્લેગ ઑફ કરી પ્રસ્થાન કરાવ્યું હતું. મહાનુભાવોએ દોડમાં સહભાગી બની દોડવીરોનું ઉત્સાહવર્ધન પણ કર્યું હતું.

આ પ્રસંગે સાંસદ જશુભાઈ રાઠવા, જિલ્લા કલેકટર ગાર્ગી જૈન તેમજ ધારાસભ્યઓ દ્વારા ઐતિહાસિક મેરેથોનમાં ભાગ લેનારા દોડવીરોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

બોડેલી ખાતે યોજાયેલ મેરેથોનમાં ૧૦,૦૦૦થી વધુ દોડવીરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. છોટાઉદેપુર જિલ્લાના વિવિધ વિસ્તારો ઉપરાંત રાજ્યના અન્ય ભાગો તેમજ મુંબઇ, પુણે, અમદાવાદ, દિલ્હી, જોધપુર સહિતના શહેરોમાંથી અને આંતરરાષ્ટ્રીય દોડવીરો પણ મેરેથોનમાં જોડાયા હતા.

મેરેથોન અંતર્ગત વિવિધ કેટેગરીમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવેલા તમામ વિજેતા દોડવીરોને મહાનુભાવોના હસ્તે મોમેન્ટો તથા ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમમાં જિલ્લા કલેકટર ગાર્ગી જૈન, પ્રાયોજના વહીવટદાર કલ્પેશકુમાર શર્મા, પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ, નિવાસી અધિક કલેકટર શૈલેષ ગોકલાણી, મદદનીશ કલેક્ટર તથા પ્રાંત અધિકારી મુસ્કાન ડાગર, મદદનીશ પોલીસ અધિક્ષક હર્ષ શર્મા, નગરપાલિકા પ્રમુખશ્રીમતિ મંજુલાબેન કોલી સહિત અધિકારી-કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં દોડવીરો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment