દાહોદ જિલ્લામાં જનજાતિય ગૌરવ સપ્તાહ અંતર્ગત યોજાનાર વિવિધ કાર્યક્રમોની સમીક્ષા અન્વયે જિલ્લા કલેક્ટર સુ સુરભિ ગૌતમના અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદ યોજાઈ

હિન્દ ન્યુઝ, દાહોદ

    દાહોદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર સુશ્રી સુરભિ ગૌતમના અધ્યક્ષ સ્થાને જનજાતિય ગૌરવ સપ્તાહની ઉજવણી અંતર્ગત પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પત્રકાર પરિષદમાં તા. ૧૨ થી ૧૮ નવેમ્બર દરમિયાન જિલ્લામાં યોજાનાર વિવિધ કાર્યક્રમોની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જનજાતીય સમાજના ગૌરવપૂર્ણ યોગદાનને જન-જન સુધી પહોંચાડવા તથા જનજાતીય મહાપુરુષોના શૌર્ય. સંઘર્ષ અને બલિદાનની ગાથાથી નવી પેઢીને પરિચિત કરાવવાના ઉદ્દેશ્ય સાથે માન. પ્રધાનમંત્રીશ્રીની પ્રેરણાથી વર્ષ ૨૦૨૧થી ભગવાન બિરસા મુંડાજીના જન્મદિવસ, ૧૫ નવેમ્બરને સમગ્ર દેશમાં જનજાતીય ગૌરવ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.

આ વર્ષે ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા તા. ૧૨ નવેમ્બર થી ૧૮ નવેમ્બર, ૨૦૨૬ દરમિયાન જનજાતીય ગૌરવ સપ્તાહ’ની ઉજવણીનું આયોજન દાહોદ જિલ્લામાં કરવામાં આવનાર છે.

આ ઉજવણીના ભાગરૂપે દાહોદ જિલ્લાના જનજાતીય ગૌરવ દિવસ (૧૫ નવેમ્બર ૨૦૨૬) ના કાર્યક્રમોનું આયોજન પાંચ વિધાનસભા મતવિસ્તારોમાં કરવામાં આવ્યું છે, જેમાં જનજાતીય સમાજના નાગરિકો, આગેવાનો, યુવાનો, મહિલાઓ, વિદ્યાર્થીઓ તથા વિવિધ યોજનાઓના લાભાર્થીઓ ઉત્સાહભેર સહભાગી બનશે.


જનજાતીય ગૌરવ સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમો

તારીખ ૧૩ નવેમ્બર યુવા સભા દાહોદ જિલ્લાના ૦૬ વિધાનસભા ક્ષેત્રોમાં સવારે ૧૧.૦૦ થી બપોરના ૧૨.૩૦ સુધી, ૫૦૦ યુવાનો સાથે સંવાદ


તારીખ ૧૪ નવેમ્બર 

સવારે પ્રતિમા સ્વચ્છતા અભિયાન, પૂજા અને સાધુ-સંતોનું સન્માન : ૦૬ વિધાનસભા ક્ષેત્રોમાં ભગવાન બિરસા મુંડાજી તેમજ આદિવાસી સ્વાતંત્ર્ય સેનાનીઓની પ્રતિમાઓ અને આસપાસની જગ્યાની સફાઈ, પુષ્પાંજલિ, પૂજા અથવા પ્રાર્થના તથા સાધુ-સંતોના ઘરે જઈ ફુલહાર અને શાલ દ્વારા સન્માન.

૧૪ નવેમ્બર સાંજે ગ્રામ પંચાયત કક્ષાનો કાર્યક્રમ: તમામ આદિજાતિ તાલુકાઓની ગ્રામ પંચાયતોમાં ભગવાન બિરસા મુંડાજીની આરતી, દીપ પ્રાગટ્ય, જીવન ઇતિહાસનું વાચન (ગુજરાતી, ભીલી અથવા સ્થાનિક આદિવાસી બોલીમાં), ભજન તથા યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર લાઈવ પ્રસારણ.


૧૪ નવેમ્બર સાંજના ૬.૦૦ વાગ્યે દીપોત્સવ

 દાહોદ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોમાં ઘરે ઘરે દીપ પ્રાગટ્ય તથા આદર્શ નિવાસી શાળા, આશ્રમશાળા, ઈ.એમ.આર.એસ., જી.એલ.આર.એસ., છાત્રાલય અને અન્ય સંસ્થાઓમાં દીપોત્સવ.


૧૫ નવેમ્બર જનજાતીય ગૌરવ દિવસ

સભા સ્થળે પહોંચતાં પહેલાં ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરાશે અને પરંપરાગત વાજિંત્રો, વસ્ત્રો અને નૃત્ય સહિત ૧ થી ૨ કિ.મી.ની શોભાયાત્રા યોજાશે. સભામાં પ્રાર્થના અને સ્વાગત-ગીત, દીપ પ્રાગટ્ય, સાંસ્કૃતિક કાર્યક્રમ. દસ્તાવેજી ફિલ્મ અને મહાનુભાવોના પ્રવચન. વિકાસ વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન અને લાભાર્થીઓને સહાયનું વિતરણ કરવામાં આવશે તેમજ કાર્યક્રમોનું લાઈવ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહર્ત, વન અધિકાર પત્રોનું વિતરણ, નવી યોજનાઓની જાહેરાત, જનજાતીય પ્રસારણ કરવામાં આવશે.


૫ વિધાનસભા મતવિસ્તારોમાં મુખ્ય કાર્યક્રમો

તા. ૧૫ નવેમ્બર, ૨૦૨૬ના રોજ નીચેના સ્થળોએ જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવશે.

1) ફતેપુરા: આઈ.કે. દેસાઇ હાઇસ્કૂલ, તા. ફતેપુરા.

2) દાહોદ: શ્રી રામ પાર્ટી પ્લોટ, પેટ્રોલ પંપની બાજુમાં, તા. દાહોદ,

૩) ઝાલોદ: ગુરુ ગોવિંદધામ, કંબોઈ, તા. ગોવિંદગુરુ લીમડી,

4) લીમખેડા: મોટા હાથીધરા ક્રિકેટ ગ્રાઉન્ડ, ગ્રામ પંચાયતની બાજુમાં, તા. લીમખેડા.

5) ગરબાડા: ગરબાડા ગ્રામ પંચાયતના મેદાનમાં, તા. ગરબાડા


૧૬ નવેમ્બર (પ્રબુદ્ધ નાગરિક સંમેલન)

દાહોદ તાલુકાના સ્વામી વિવેકાનંદ સંકુલ, ટોપી હોલ ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાશે તથા નાગરિકોના મંતવ્યો અને સૂચનો મેળવવામાં આવશે.

     આ કાર્યક્રમ સ્વામી વિવેકાનંદ સંકુલ, ટોપી હોલ, દાહોદ ખાતે સાંજના ૪.૦૦ થી ૫.૦૦ વાગ્યા સુધી; વર્ગ-૧ અને વર્ગ-૨ના નિવૃત્ત અધિકારીઓ, ડૉક્ટરો, વકીલો, સી.એ., કોલેજના આચાર્યો, શિક્ષકો, ઉદ્યોગસાહસિકો, શૈક્ષણિક ટ્રસ્ટીઓ, વિશિષ્ટ મહિલાઓ અને પ્રગતિશીલ ખેડૂતો સહિત દરેક સંમેલનમાં ૨૦૦ પ્રતિષ્ઠિત આદિવાસી આગેવાનો સાથે સંવાદ.


૧૭ નવેમ્બર (પરંપરાગત ગ્રામીણ રમતોત્સવ)

દાહોદ જિલ્લાના ૦૬ વિધાનસભા ક્ષેત્રોમાં સાંજના ૪.૦૦ થી ૬.૦૦ વાગ્યા સુધી ગિલ્લી-ડંડા, તીરંદાજી, રસ્સાખેંચ, કબડ્ડી, ખો-ખો વગેરે પરંપરાગત રમતોની સ્પર્ધા.


તા. ૧૮ નવેમ્બર (મહિલા સભા)

દાહોદ જિલ્લાના ૦૬ વિધાનસભા ક્ષેત્રોમાં સવારના ૧૧.૦૦ થી બપોરના ૧૨.૦૦ વાગ્યા સુધી અંદાજીત ૫૦૦ આદિજાતિ મહિલાઓ સાથે સંવાદ યોજાશે 

આ પત્રકાર પરિષદમાં સાંસદ જશવંતસિંહ ભાભોર, જિલ્લા પંચાયત પ્રમુખ ગમાબેન મોહનિયા, પ્રાયોજના વહીવટદાર પ્રતીક જૈન, ભાજપા પ્રમુખ સ્નેહલ ધરીયા, નિવાસી અધિક કલેક્ટર જે. એમ. રાવલ, ધારાસભ્ય મહેશભાઈ ભુરીયા, ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર, ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર સહિત જિલ્લાના આગેવાનો તથા દાહોદ જિલ્લાના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment