ગીર સોમનાથના દરિયાકાંઠાના વિસ્તારની મુલાકાત લેતી એન.ડી.આર.એફની ટીમ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને અનુલક્ષીને એનડીઆરએફની ટીમે સ્થાનિક વહીવટી તંત્રની સાથે સંકલન કરી દરિયાકાંઠાના વિસ્તારની ભૌગોલિક સ્થિતિનો ચિતાર મેળવવા સ્થળ મુલાકાત કરી હતી.

ટીમ કમાન્ડર શ્રી વિનયકુમાર ભાટીની આગેવાનીમાં એન.ડી.આર.એફની ટીમે જિલ્લામાં કોસ્ટલ એરીયાના જુદા જુદા લો લાઈન ધરાવતાં વિસ્તારની મુલાકાત લઈ પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો હતો અને લોકોને આપદા સમયે તકેદારી રાખવા સમજૂત કર્યા હતાં.

એન.ડી.આર.એફની ટીમે સોનારિયા, કાજલી, બાદલપરા, મીઠાપુર સહિતના વિસ્તારોમાં સ્થાનિક લોકો સાથે સંવાદ કરીને કોઈ પણ મુશ્કેલીના સમયમાં બચાવ કરવા માટે કેવા પગલાઓ ભરવા જોઈએ તેની સમજ સહિત વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું સત્વરે પાલન કરવું જેવી જાણકારી સહિતનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Related posts

Leave a Comment