હિન્દ ન્યુઝ, બોટાદ
સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત સંચાલિત જિલ્લાકક્ષા સ્પોર્ટસ સ્કૂલ યોજના અંતર્ગત ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત તાલુકાકક્ષાની અંડર ૦૯ અને અંડર ૧૧ ઈવેન્ટમાંથી પસંદગી પામેલા પ્રથમ ૧થી ૮ ક્રમાંક પ્રાપ્ત કરેલ ખેલાડીઓ (ભાઈઓ/બહેનો) જિલ્લાકક્ષા ટેલેન્ટ આઈડેન્ટીફીકેશન (બેટરી ટેસ્ટ) આપવા માટે શ્રી આદર્શ વિદ્યાલય હડદડ, બોટાદ ખાતે તા.૧૧/૦૩/૨૦૨૫ના રોજ બહેનો અને તા.૧૨/૦૩/૨૦૨૫ના રોજ ભાઈઓએ સવારે ૦૭.૦૦ કલાકે હાજર રહેવાનું રહેશે. ટેલેન્ટ આઈડેન્ટીફીકેશન (બેટરી ટેસ્ટ)માં ખેલ મહાકુંભ ૩.૦ રજીસ્ટ્રેશન સ્લીપ, આધારકાર્ડ, જન્મ તારીખના દાખલાની ઝેરોક્ષ અને ૩ પાસપોર્ટ સાઈઝના ફોટા સાથે સ્વ ખર્ચે ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે. વધુ માહિતી માટે જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી તાલુકા સેવા સદન, પાળીયાદ, બોટાદના મો.૯૫૭૪૭૪૭૪૨૨ પર સંપર્ક કરવા જિલ્લા રમત વિકાસ અધિકારી, બોટાદ દ્વારા જણાવવામાં આવે છે.