શેત્રુંજય પર્વત પર રૂ. ૩૨૯૮ લાખથી વધુના ખર્ચે છ રૂટના રસ્તાઓની કામગીરી કરવામાં આવશે : રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા

હિન્દ ન્યુઝ, ભાવનગર 

      શેત્રુંજય પર્વતની પરિક્રમાના રૂટ પરના રસ્તાઓનાં કામ અંગે પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતાં રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે રાજ્યમાં પ્રવાસનના વિકાસ માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. જે અંતર્ગત શેત્રુંજય પર્વત પર છ રૂટના રસ્તાઓનાં કામોને મંજૂરી આપી, કુલ રૂ. ૩૨૯૮.૬૯ લાખની જોગવાઈ કરવામાં આવી છે.

      વર્ષ જૂનાં ૧૦૮ જેટલાં નાનાં-મોટાં દેરાસરો અને ૮૭૨ જેટલી દેરીઓ આવેલી છે. એ દૃષ્ટિએ આ પ્રવાસનનું મોટું સ્થળ છે, જ્યાં વર્ષે આશરે ચારથી પાંચ લાખ પ્રવાસીઓ અહીં આવતાં હોય છે. આ માટે આસપાસનાં છ ગામોનો કનેક્ટિંગ વૈકલ્પીક રસ્તા(અલ્ટરનેટ રૂટ) માટે રૂ. ૫૧.૫૭ કરોડની રકમ ફાળવવામાં આવી છે. જેનો આજુબાજુના ૧૦ ગામોની ૨૧,૦૦૦થી વધુની જનસંખ્યાને લાભ મળશે.

     આ મંજૂર કરાયેલા છ રૂટનાં કામો પૈકી ત્રણ કામો હાલ પ્રગતિમાં છે, જ્યારે અન્ય ત્રણ કામોની ટેન્ડરિંગની પ્રક્રિયા હાલ ચાલી રહી છે. જે તમામ કામગીરી શક્ય એટલી ઝડપથી પૂર્ણ કરવામાં આવશે તેમ મંત્રીએ ઉમેર્યું હતું.

Related posts

Leave a Comment