હિન્દ ન્યુઝ, બોટાદ
માર્ગ અને મકાન પેટા વિભાગ, બોટાદના બોટાદ સેકશન ખાતે આવેલા અણીયાણીકાઠીથી બોટાદ રોડ, એમ.ડી.આર, કિ.મી ૧૫/૧૦૦ થી ૨૧/૧૦૦ની લંબાઈમાં આવતા રસ્તાની મધ્ય રેખાથી બંને બાજુ ૧૨.૦૦ મીટર સુધીની હદમાં આવતા લગત તમામ ગેર કાયદેસર દબાણો દૂર કરવા અર્થે તા. ૦૩/૦૬/૨૦૨૫ થી તા. ૦૪/૦૬/૨૦૨૫ સુધી અત્રેથી જરૂરી લગત કામગીરી કરવામાં આવનાર છે. જેની નાગરિકોએ નોંધ લેવા નાયબ કાર્યપાલક ઈજનેર, માર્ગ અને મકાન પેટા વિભાગ, બોટાદ દ્વારા જણાવવામાં આવે છે.
