હિન્દ ન્યુઝ, બોટાદ
સરકારના રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત બોટાદ જિલ્લા કલેક્ટર જીન્સી રોય અને જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાનીયાની અધ્યક્ષતા અને માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.બી.એ.ધોળકિયા અને એપેડેમીક મેડીકલ ઓફિસર ડો.આર.આર.ચૌહાણ દ્વારા બોટાદ જિલ્લામાં તમાકુ કે તમાકુની બનાવટનું બિન અધિકૃત રીતે વેચાણ અને આનુસંગિક નિયમન માટે ટાસ્ક ફોર્સ સેલ કામગીરી કરી રહ્યું છે.
તાલુકા આરોગ્ય અધિકારી ડો.એસ.એસ.પ્રસાદ દ્વારા બરવાળા તાલુકામાં આ અંગે સઘન અમલીકરણ કરવામાં આવે છે. “સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ” (કોટપા-૨૦૦૩)નું અંગે સઘન અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. ટાસ્ક ફોર્સ દ્વારા બરવાળા તાલુકાના નાવડા ગામે સરપ્રાઈઝ ચેકિંગ અને રેડની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં તમાકુ કે તમાકુની બનાવટ વેંચતા નાના-મોટા વેપારીઓ,પાન-ગલ્લા પાર્લર સહિત ૨૧ સ્થળો પર આકસ્મિક ચેકિંગ હાથ ધરી ૧૭ જેટલા દુકાન ધારકો પાસેથી રૂ.૩૨૨૦નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.
કામગીરીમાં નાવડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મેડીકલ ઓફિસર ડો.રૂમિત જાદવ,તાલુકા સુપરવાઇઝર વાઘેલા ઈશ્વરભાઈ, પ્રા.આ.કે.એમ.પી.એચ.ડબ્લ્યુ. મુકેશભાઈ સોલંકી, નરેન્દ્રભાઈ ધોલેરીયા અને પોલીસ વિભાગ પો.કો. જતીનભાઈ દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી.
