જામનગર ની જાણીતી અને માનીતી ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલ ના નર્સિંગ સ્ટાફ અને પોલીસ કર્મીઓને કોરોના વોરિયર્સ સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયા

હિન્દ ન્યૂઝ, જામનગર

તા. 8 /11/2020

આપણે સૌ જાણીએ છીએ કે આખી દુનિયા કોરોના નામ ની મહામારી સામે લડી રહી છે. એવામાં લોકડાઉન દરમિયાન અને એ પછી પણ અવિરતપણે પોતાની સેવા આપતા અને ફરજ બજાવતા નર્સિંગ સ્ટાફ અને પોલીસ કર્મીઓનો માનીએ એટલો આભાર ઓછો છે. રાતદિવસ પોતાની અને પોતાના પરિવાર ની ચિંતા કર્યા વગર, જાહેર જનતાને જ પોતાનું કુટુંબ માની ને તેમણે वसुधैव कुटुम्बकम् ની લાગણી સાર્થક કરી બતાવી છે.’આવા સેવકોનું સન્માન ના કરીએ તો આપણે નગુણા કહેવાય એવું દ્રઢપણે માનતા જામનગર જિલ્લા વોર્ડ -16 ના કોર્પોરેટર નીતાબેન પરમાર એ શ્રી સાંઈધામ સેવા સંસ્થાનના હરિભાઇ ત્રિવેદી સાથે મળીને મોમેન્ટો આપી ને કોરોના વોરિયર્સ નું સન્માન કરવામાં આવ્યું.

 

 જેમાં જામનગર ની જાણીતી અને માનીતી ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલ ના નર્સિંગ સ્ટાફ અને પોલીસ કર્મીઓનો જાહેર જનતા તરફથી આભાર માનવામાં આવેલો.આ પ્રસંગે પ્રભુભાઈ હરવારા, બાબુભાઇ ત્રિવેદી, ચંદુભાઈ વારા, જાગૃતીબેન વ્યાસ, છગનભાઇ કણજારીયા, કારિયા બિલ્ડર્સ, ચંપાબેન તથા દિલીપભાઈ મારાજ ની વિશેષ ઉપસ્થિત એ કોરોના વોરિયર્સ નો ઉત્સાહ વધારેલો.

રિપોર્ટર : સ્મિત વ્યાસ, જામનગર

Related posts

Leave a Comment