દિયોદર શિક્ષણ સમિતિ ના ચેરમેન નું શાલ ઓઢાડી સન્માન

હિન્દ ન્યૂઝ, દિયોદર

બનાસકાંઠા જિલ્લા પંચાયત માં શિક્ષણ સમિતિ માં ચેરમેન તરીકે નિમણુક થયેલ નરસિંહભાઈ દેસાઈ નું આજરોજ કાંકરેજ તાલુકા રબારી કર્મચારી મંડળ દ્વારા સત્કાર સમારોહ યોજી શુભેચ્છા પાઠવી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ કાંકરેજ ની ઓળખ કાકારેજી ગાય ની પ્રતીક સ્વરૂપ ભેટ આપવામાં આવેલ આ પ્રસંગે જગમાલ દેસાઈ નું પણ સન્માન કરાયું હતું જેમાં સરતનભાઈ દેસાઈ, વડા મંડળ ના સિનિયર શિક્ષક વિરભણભાઈ કળોતરા, જોરાભાઈ દેસાઈ, અરજણભાઈ દેસાઈ, ભરતભાઈ દેસાઈ, અમૃતભાઈ દેસાઈ તેમજ કાંકરેજ તાલુકા રબારી કર્મચારી મંડળ ના સભ્યો હાજર રહ્યા હતા અને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.

રિપોર્ટર ; પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment