ધાનેરા બસ ડેઓ થી ત્રણ તાલુકા ને જોડતી બસ સેવા ચાલુ કરાઈ

હિન્દ ન્યુઝ, દિયોદર

    આજરોજ થરાદ બસ સેપો થી ત્રણ તાલુકાને જોડતી બસ રૂટ સેવા ચાલુ કરવામાં આવી છે. લવાણા ગામ ના વતની અને થરાદ બસ ડેપોમાં ટી.આઈ તરીકે ફરજ બજાવતા જેરામ ગીરી બાપજી ની ભલામણ થી ત્રણ તાલુકાના જોડતી બસ સેવા ચાલુ કરવામાં આવેલ છે થરાદ બસ ડેપો મેનેજર ભરતભાઇ ચૌધરી ના સહયોગ થી રૂટ મંજૂર કરતા આજે બસ લવાણા ગામે આવી પહોંચી હતી ગ્રામજનો અને પંચાયત યુવા ટીમ દ્વારા ડાયવર કંડકટરનું સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યુ હતું. અને લીલી ઝંડી ફરકાવી ને બસ ધાનેરા તરફ જવા રવાના થઈ હતી. લવાણા ગામ ના સરપંચ રામાભાઇ પઢીયાર રાજેન્દ્રગીરી બાપજી વિક્રમ સિંહદરબાર વાહજીભાઈ ચૌહાણ નવલસિંહ વાઘેલા પ્રકાશભાઈ નાઈ તેમજ ગલાલભાઈ દેસાઈ મહારાજ અમરતભાઈ મોઢ તેમજ ગ્રામજનો બોહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા અને બસ સેવા ચાલુ કરતા ગ્રામજનો માં અનેરો આનંદ જોવા મળ્યો હતો. થરાદ થી નાનીપાવડ લીંબાઊ લવાણા લાખણી ગેળા લાલપર ડોડીયા પાવડાસણ સરલ અને ધાનેરા બસ નો નવો રૂટ ચાલુ કરવામાં આવ્યો હતો. 

અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment