હિન્દ ન્યુઝ, સૂઇગામ
સરહદી સૂઇગામ તાલુકાના ઝેરડા ગામના રે. ખેડૂત પરમાર નાનજીભાઈ કરમશીભાઈ નો ખેતર જુના સરવે નંબર 65 પૈકી નવા સરવે નંબર 365 ખેતર હતું. પરંતુ સર્વે નંબર 365 માંથી નર્મદા કેનાલ પસાર થતા ખેતરના બે ભાગ એટલે કે સ.નં. 360 અને સર્વે નંબર 365 આમ બંન્ને ભાગમાં વિભાજન થઇ જતાં નાનજીભાઈ પરમારને સર્વે નંબર 360 માંથી સરવે નંબર ત્રણસો પાંસઠ ખેતરમાં ખેડવા, વાવેતર કરવા તેમજ આવવા જવાનો રસ્તો બંધ થઈ ગયો હતો. જે અનુસંધાને તારીખ: 4 /7/2020 ના રોજ નાયબ કાર્યપાલક ઈજનેર શ્રી નર્મદા વિભાગ, થરાદ ને અરજી કરેલ હતી, પરંતુ ખેડૂત ની આ અરજી ધ્યાને ન લેવાતાં અરજદાર નાંનજી ભાઈ પરમારે ના.કલેક્ટર થરાદ ને લેખિતમાં અરજી કરી રસ્તા બાબતે માગણી કરતાં નાયબ કલેક્ટર એ તાત્કાલિક યુદ્ધના ધોરણે તારીખ 15-7-2020 ના રોજ નર્મદા વિભાગ થરાદ ને પત્ર લખી રસ્તા મુદ્દે ઘટતો કરવાનું જણાવ્યું હતું, પરંતુ નાનજીભાઈ પરમાર ને રસ્તા બાબતે નર્મદા નિગમ થરાદ તરફથી યોગ્ય ન્યાય ન મળતાં નાનજીભાઈ પરમાર એ તારીખ 17-7-20 ના રોજ સુઇગામ મામલતદાર ની કચેરીમાં રસ્તો ખુલ્લો કરી આપવા બાબતે મામલતદાર કોર્ટ એકટ ૧૯૦૬ ની કલમ 5(2) કેસ દાખલ કરતા સુઇગામ મામલતદાર દ્વારા તારીખ. 22 /12/2020 ના રોજ સ્થળ મુલાકાત લેવામાં આવી હતી અને પરમાર નાનજી ભાઈ કરમશીભાઈ નો જવાબ તેમજ સ્થળ તપાસ કરી પંચનામું કરવામાં આવ્યું હતું અને હકીકત રેકોર્ડ ખાતરી કરતાં પરમાર નાનજીભાઈ કરમશીભાઈ ના ખેતરના સરવે નંબર 360 માંથી ચાલે નર્મદા કેનાલ ઉપર પુલિયા મારફતે તેમના ખેતર ના ભાગ પડેલ બીજા સરવે નંબર ત્રણસો પાંસઠ વાળી જમીનમાં જવા- આવવાનો રસ્તો હોવાનુ જણાવ્યું હતું. મોજે જેલાણા તાલુકો સુઇગામ ના સરવે નંબર ત્રણસો સાઠ માંથી ચાલે નર્મદા કેનાલ ઉપર ભૂલ્યા મારફતે તેઓના સરવે નંબર 365 માં જવાનો રસ્તો હોવાનો હુકમ તારીખ : 18/ 1/ 2020 ના રોજ કરવામાં આવ્યો હતો. તેમ છતાં નરમદા વિભાગનાં તંત્રના જવાબદાર અધિકારીઓ એ નાયબ કલેકટર થરાદ ની સુચના અને સુઇગામ મામલતદાર ના હુકમનો અનાદર કરતાં જિલ્લાના ખેડૂત નાનજીભાઈ પરમારે મીડિયા સમક્ષ પોતાની આપ વિધિ જણાવતા કહ્યું હતું કે અમારી રજૂઆત સરકાર સુધી પહોંચાડે અને અમને મદદરૂપ થવા વિનંતી કરવામાં આવી હતી. છતાં પણ જો મને નર્મદા વિભાગ થરાદ દ્વારા મારા ખેતર સરવે નંબર 360 માંથી સર્વે નં 365 માં જવા માટે નર્મદા વિભાગ દ્વારા નર્મદા કેનાલ ઉપર પુલિયું બનાવી દેવામાં નહીં આવે તો મારે નાછૂટકે હાઇકોર્ટના દ્વાર ખવડાવવા પડશે એવી ચીમકી ઉચ્ચારી હતી.
અહેવાલ : વેરસી ભાઈ રાઠોડ, સુઈગામ