ભારત વિકાસ પરિષદ દ્વારા બનાસ ડેરી ના ડિરેકટર નું શાલ ઓઢાડી સન્માન

હિન્દ ન્યૂઝ, દિયોદર

દિયોદર આરામ ગૃહ ખાતે આજરોજ દિયોદર ભારત વિકાસ પરિષદ દ્વારા તાજેતર માં બનાસ ડેરી માં બિન હરીફ વરણી થયેલ બનાસ બેંક ના વર્તમાન ડિરેકટર અને બનાસ ડેરી ના ડિરેકટર ઈશ્વરભાઈ ટી પટેલ નું શાલ ઓઢાડી મોમેન્ટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પરિષદ ના પ્રમુખ જામાભાઈ પટેલ, દિયોદર ના વતની અને વડોદરા ખાતે પી આઈ તરીકે સેવા આપતા મહેશભાઈ ચૌધરી તથા મંત્રી દીપેશભાઈ સેવક, રસિકભાઈ ત્રિવેદી, ભરતભાઇ અખાણી, બાબુભાઇ પટેલ, પ્રદીપભાઈ શાહ,વગેરે સભ્યો હાજર રહ્યા હતા અને સન્માન કર્યું હતું.

અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment