ભાવનગર ખાતે ઓઈલપામને લગતી બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, ભાવનગર 

ભાવનગર ખાતે ઓઈલપામને લગતી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાયબ બાગાયત નિયામકશ્રી વાઘમશી અને પ્રી યુનીક લિમિટેડના ગુજરાત હેડ શ્રી રવીન્દર તેમજ ભાવનગર જિલ્લાના ઓફિસર તથા જિલ્લામાં કાર્ય કરતા સ્ટાફ અને ખેડૂતો હાજર રહ્યા હતા. 

આ મિટિંગમાં 2025~26 માં ઓઈલપામના વાવેતરને લગતી ચર્ચા કરવામાં આવી અને આગળ કેમ વધારેમાં વધારે ઓઈલ પામનું વાવેતર જિલ્લામાં વધે તેની ચર્ચા કરવામાં આવી અને ભવિષ્યમાં ઓઈલ પામનું વાવેતરમાં વધારો થાય અને ખેડૂતોની આવકમાં વધારો થાય તે દિશામાં કામ આગળ વધે તે રીતે કાર્ય કરવામાં આવે તેની ચર્ચા કરવામાં આવી હતી.

Related posts

Leave a Comment