શિહોર ખાતે પ્રાકૃતિક ખેત પેદાશોના બ્રાન્ડિંગ અને માર્કેટિંગની જરૂરિયાત અને તક પરિસંવાદ યોજાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર  

    ગુજરાત પ્રાકૃતિક કૃષિ સાયન્સ યુનિવર્સીટી, હાલોલ અને ટ્રુ લાઈફ એન્ટરપ્રાઇઝ (CBBO) રાજકોટ અને ભાવનગર જિલ્લા પ્રાકૃતિક કૃષિ FPO ના સંયુક્ત ઉપક્રમે આયોજીત પ્રાકૃતિક ખેત પેદાશોના બ્રાન્ડિંગ અને માર્કેટિંગ ની જરૂરિયાત અને તક પરિસંવાદ બંધન પાર્ટી પ્લોટ શિહોર ખાતે યોજાયો હતો. 

જેમાં ભાવનગર જિલ્લાના પ્રાકૃતિક FPO ની એક જિલ્લા એક બ્રાન્ડ માટે આયોજિત પરિસંવાદમા અધ્યક્ષ ડો. ડૉ. વી. પી. રામાણી (રિસોર્સ પર્સન, ગુજરાત પ્રાકૃતિક કૃષિ સાયન્સ યુનિવર્સીટી, હાલોલ) ઉપસ્થિત રહેલ જેણે પ્રાકૃતિક ખેત પેદાશની મૂલ્યવર્ધન અને માર્કેટિંગની માહિતી આપેલ ઉપરાંત ઘાસ વસર્ગીય અને આયુર્વેદમા ઉપયોગી એવા ઘાસનું મૂલ્યવર્ધન માટે વિશેષ સ્કોપ માટે વિસ્તૃત માહિતી આપી હતી. 

અતિથિ વિશેષ જે. એન. પરમાર (પ્રોજેક્ટ ડાયરેકર આત્મા, ભાવનગર) દ્વારા પ્રાકૃતિક ખેતીના એફ.પી.ઓ. ઓ મળી કઈ રીતે આગળ વધી શકે એમના ઉપર માહિતી આપેલ હતી. મહમ્મદ રિઝવાન (જિલ્લા ખેતીવાડી અધિકારી, જી. પં, ભાવનગર ) દ્વારા વિશેષ પ્રાકૃતિક એફ.પી.ઓ. ની જિલ્લાની એક બ્રાન્ડ બનાવવી તેમનું આંતરરાષ્ટ્રીય માર્કેટ કઈ રીતે ઉભું કરવું એ વિશે વિસ્તૃત માહિતી આપેલ હતી. 

 ઉદયભાઈ પુરોહિત (ટ્રુ લાઈફ એન્ટર પ્રાઈઝ રાજકોટ) દ્વારા એફ.પી.ઓ. ને મળતા જુદા જુદા પ્રોજેક્ટ બાબતમા માહિતી આપી હતી. દિપક ખલાસ (DDM નાબાર્ડ, ભાવનગર ) દ્વારા નાબાર્ડ દ્વારા એફ.પી.ઓ. ને મળતી સહાય માટે વિસ્તૃત માહિતી આપી હતી. 

ભાવનગર જિલ્લાના ત્રણ પ્રાકૃતિક એફ.પી.ઓ. ની એક બ્રાન્ડ બનાવી જિલ્લાના પ્રાકૃતિક ખેડૂતોને વધુમા વધુ માર્કેટ મળે એ મુજબના સંકલ્પ સાથે આભાર વિધી સાથે કાર્યક્રમ પૂર્ણ કરેલ હતો.

Related posts

Leave a Comment