હિન્દ ન્યુઝ, જામનગર
દર વર્ષે 3 જુલાઇના રોજ આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ તરીકે મનાવવામાં આવે છે.જેનો મુખ્ય હેતુ વપરાશવાળી પ્લાસ્ટિક બેગથી થતું પ્રદૂષણ ઘટાડવું અને તેના વિકલ્પો પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવાનો છે.
લોકો સ્વૈચ્છિક રીતે પર્યાવરણની જાળવણીમાં સહભાગી થાય અને પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળે તે હેતુથી સરકાર દ્વારા પણ અનેક જાગૃતતા અભિયાન ચલાવવામાં આવે છે. જેના ભાગરૂપે જામનગર શહેરના રણજીતનગર વિસ્તારમાં આવેલ શાક માર્કેટમાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની કચેરી દ્વારા લોકોને ૪૦૦ જેટલી કાપડની થેલીનું વિતરણ કરવામાં આવ્યું હતું. તથા પ્લાસ્ટીક બેગથી થતા નુકશાન અને તેનો ઉપયોગ ટાળવા જણાવ્યું હતું.
