લાખણી તાલુકાના કોટડા ગામમાં મંડળી ને પ્લોટ વેચાણ નો પંચાયત નો ઠરાવ અંતે રદ

હિન્દ ન્યુઝ, લાખણી

લાખણી તાલુકા ના કોટડા ગ્રામ પંચાયત નો પ્લોટ રૂ. ૪૪ લાખ માં વેચાવા સામે ચાલતી અપીલ માં બનાસકાંઠા જિલ્લા પંચાયત અપીલ સમિતિ એ જગ્યા દબાણ વાળી હોયકોટડા ગ્રામ પંચાયત ના ઠરાવ ને રદ કરવા નો હુકમ કરેલ. એ વિવાદાસ્પદ કેસ અંગે જાણવા મળ્યા પ્રમાણે લાખણી તાલુકા ના કોટડા નો આકારણી નં. ૮૫ ની ૧૧૧૫ ચો.મી. વાળો પ્લોટ રૂપિયા ૪૪ લાખ માં કોટડા દૂધ ઉ.મંડળી ના મંત્રી નારણજી તેજાજી અને દરગાજી એ દૂધ મંડળી ને વેંચતા વિવાદાસ્પદ બનેલ. જે બાબતે કોટડા ના ગ્રામજનો એ પંચાયત ની મિલકત વેચી મંત્રીએ પંચાયત ના સત્તાધીશો ની મદદગારી થી ખોટા ઠરાવ કરી દબાણ કરી મિલકત નામે ચડાવેલ હોવાનો દાવો કરેલ. ગ્રામ પંચાયત દ્વારા તા.29/1/21 ના ઠરાવ થકી રૂ.૪૪ લાખ માં દૂધ ડેરી ના મકાન માટે ખરીદયેલ હતી જે સંદર્ભે ગ્રામ પંચાયતના સભ્ય દ્વારા ઠરાવ ઉપર અપીલ દાખલ કરતા અપીલ નં.૧૦/૨૧ તા.૩૦/૩/૨૧ ના ચલાવી અપીલ સમિતિ એ કોટડા ગ્રામ પંચાયતે કરેલ ઠરાવ આ જગ્યા દબાણ વાળી હોય જેથી ઠરાવ રદ કરવા આદેશ કરેલ.

રિપોર્ટર : પ્રહલાદ ઠાકોર, લાખણી

Related posts

Leave a Comment