“ગુજરાતના ગરબા” ને ‘અમૂર્ત સાંસ્કૃતિક વારસા’ અંતર્ગત તા.૦૬ ડિસેમ્બરનાં રોજ સાંજે ૦૬:૦૦ કલાકે લાઈવ વેબકાસ્ટ યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર 

ગુજરાત સરકારનાં રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ હેઠળની કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર ભાવનગર દ્વારા આયોજીત “ગુજરાતનાં ગરબા” ને ‘અમૂર્ત સાંસ્કૃતિક વારસા’ તરીકે યુનેસ્કો (UNESCO) દ્વારા માન્યતા આપવાના પ્રસંગનું બૉત્સ્વાના પ્રજાસત્તાકના કસાને શહેરથી તા.૦૬ ડિસેમ્બર, ૨૦૨૩નાં રોજ સાંજે ૦૬:૦૦ કલાકે લાઈવ વેબકાસ્ટ કરવામાં આવનાર છે. આ જીવંત પ્રસારણ નિહાળવા ભાવનગરની જનતાને ભાવભર્યું નિમંત્રણ છે. આ કાર્યક્રમમાં એન્ટ્રી તદ્દન ફ્રી રાખવામા આવેલ છે. આ કાર્યક્રમ શ્રી ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ મેઇન હોલ, સરદારનગર, ભાવનગર ખાતે યોજાનાર છે.

Related posts

Leave a Comment