સમગ્ર રાજ્યમાં પહેલી ડિસેમ્બરથી પહેલી જાન્યુઆરી ૨૦૨૪ સુધી સૂર્ય નમસ્કાર મહાઅભિયાન ચાલશે

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર

             સમગ્ર રાજ્યમાં પહેલી ડિસેમ્બરથી પહેલી જાન્યુઆરી ૨૦૨૪ સુધી સૂર્ય નમસ્કાર મહાઅભિયાન ચાલી રહ્યુ છે. જે અંતર્ગત જિલ્લા રમત-ગમત અધિકારીએ ગ્રામ્યથી લઈને રાજ્ય સ્તર સુધીના સૂર્ય નમસ્કાર મહાઅભિયાન વિશે માહિતી આપતા જણાવ્યું છે કે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, રમતગમત યુવા અને સંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા પ્રારંભ સૂર્ય નમસ્કાર મહાઅભિયાન અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં પણ ગ્રામ્ય, તાલુકા, જિલ્લા, નગરપાલિકા સ્તરીય સૂર્ય નમસ્કાર સ્પર્ધાઓ યોજાશે. તેમજ અંતિમ ચરણમાં પહેલી જાન્યુઆરી 2024 ના રોજ મોઢેર્યમંદિર, મહેસાણા ખાતે રાજ્ય સ્તર ના સન્માન સમારોહમાં વિજેતાઓને પુરસ્કૃત અને સન્માનિત કરવામાં આવશે.  

       ત્રણ વય જૂથમાં આ સ્પર્ધામાં લોકો ભાગ લઈ શકશે. ૯ થી ૧૮ વર્ષ , ૧૯ થી ૪૦ વર્ષ અને ૪૧ વર્ષથી ઉપરના કોઈપણ વ્યક્તિ સૂર્યનમસ્કારમાં ભાગ લઈ શકશે. સ્પર્ધામાં સૂર્ય નમસ્કાર તબક્કા વાર સૌથી વધુ અને સાચી રીતે નિયમ અનુસાર કરનાર વિજેતા બનશે. આ માટે ત્રીજી ડિસેમ્બર થી તારીખ 10મી ડિસેમ્બર સુધી આઠ દિવસ આ લીંક https://snc.gsyb.in/ ઉપર રજીસ્ટ્રેશન કરી શકાશે. અત્યારે ૯ થી કોઈપણ વય જુથના લોકો આ લીંક પર રજિસ્ટ્રેશન કરાવી શકે છે . જિલ્લા વહીવટી તંત્ર છોટાઉદેપુર તરફથી સૂર્ય નમસ્કાર મહાઅભિયાનમાં બને એટલા વધારે લોકો સહભાગી બને તેમ અનુરોધ કરવામાં આવ્યો છે.

Related posts

Leave a Comment