હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
દ્વિ- ગીર સોમનાથ એઆરટીઓ કચેરી દ્વારા દ્વિ-ચક્રીય ચાલુ સિરીઝ GJ32M.N.P.R.AB.AC.AD,AE તેમજ ફોર-વ્હિલ વાહનોની ચાલુ સિરીઝ GJ32KAA તથા ટ્રાન્સપોર્ટ વાહનોની ચાલુ સિરીઝ GJ32V માટેના બાકી રહેલા ગોલ્ડન-સિલ્વર નંબરો માટેની હરાજીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
ઈ-હરાજીમાં ભાગ લેવા માટેનો ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો તા.૧૧ માર્ચથી તા.૧૩ માર્ચ સુધી રહેશે. તેમજ ઈ-હરાજીમાં ઓનલાઈન બિડિંગ તા.૧૩ માર્ચથી તા.૧૫ માર્ચ સુધીના સમયગાળામાં કરી શકાશે.
ઓનલાઈન ઓકશનમાં ભાગ વેનારા અરજદારે http:/parivahan.gov.in/fancy/faces/public/login.xhtml પર નોંધણી, યુઝર આઈ.ડી. પાસવર્ડ તૈયાર કરવા, હરાજીની પ્રક્રિયામાં ભાગ લેવો, ચુકવણું કરવું અને વાહન નંબર મેળવવો અને વિગતવાર સુચનાઓ વાહન ખરીદીના સાત દિવસમાં ઓનવાઈન સીએનએ ફોર્મ ભરવાનું રહેશે. હરાજીમાં સફળ અરજદારે હરાજીની પ્રક્રિયા પૂર્ણ થયાના પાંચ દિવસમાં નાણા જમા કરાવના રહેશે. અરજદાર જો નિયત સમયમાં નાણા ચુકવવામાં નિષ્ફળ જશે તો મૂળ ભરેલ ૨કમને જપ્ત કરવામાં આવશે અને તે નંબરની ફરીવાર હરાજી કરવામાં આવશે. ઓનલાઈન હરાજી પ્રક્રિયા દરમ્યાન ચુકવણા વખતે આર.બી.આઈ. દ્વારા નક્કી કરેલ દર ચુકવવાના રહેશે.
તદુપરાંત હરાજીમાં નિષ્ફળ ગયેલા અરજદારોને તેઓની મૂળ રકમ તેઓએ જે માધ્યમ જેમ કે Net Banking, Credit Card, Debit Cardથી ચુકવણુ કર્યુ હોય તે જ માધ્યમથી ચુકવણું કરવામાં નાણા, અરજદારને જે તે તે ખાતામાં SBI E-PAY દ્વારા કચેરીથી પરત કરવામાં આવશે. ઓનલાઈન ઈ-હરાજી ફેન્સી નંબરની હરાજી અંગેની તમામ બાબતની આખરી સત્તા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, ગીર સોમનાથની રહેશે. વાહન ખરીદીના ૬૦ દિવસ અંતર્ગત હરાજીમાં ભાગ લઇ શકાશે તેમજ સમય બહારની અરજીઓ રદ કરવાંમાં આવશે.