પ્રાંચીની કે.કે.મોરી સ્કુલ ખાતે ૪ દિવસીય ખેલ મહાકુંભ ૨.૦માં સૌરાષ્ટ્ર ઝોન કક્ષાની રસ્સાખેંચ સ્પર્ધા યોજાશે

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ 

     ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગરના ઉપક્રમે અને જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, ગીર સોમનાથ કચેરી દ્વારા કે.કે મોરી સ્કુલ, પ્રાંચી ખાતે ખેલ મહાકુંભ ૨.૦ અંતર્ગત સૌરાષ્ટ્ર ઝોન કક્ષા રસ્સાખેંચ ભાઈઓ/બહેનોની સ્પર્ધા તા.૦૫/૦૩/૨૦૨૪ થી ૦૮/૦૩/૨૦૨૪ સુધી યોજાનાર છે. તેમાં સૌરાષ્ટ્રના ૧૫ જિલ્લાઓની જિલ્લા કક્ષા સ્પર્ધામાંથી પસંદ થયેલ અં-૧૭, ઓપન વયજૂથ, ૪૦ વર્ષથી ઉપર અને ૬૦ વર્ષથી ઉપરના ભાઈઓ/બહેનોની ટીમો ભાગ લેશે. તેમ જિલ્લા રમત વિકાસ અધિકારી કાનજી ભાલીયાની યાદીમાં જણાવાયું છે.

Related posts

Leave a Comment