ડેડીયાપાડા ખાતે પોલીસ અધિકારીઓએ એ કર્યું સરાહનીય કામગીરી …….

ડેડીયાપાડા,

જિલ્લા બાળ સુરક્ષા અધિકારી રાજપીપલા નાઓએ ડેડીયાપાડા પોલીસ ને પત્ર પાઠવી જણાવેલ કે ખૂપર બોરસણ ગામ તા. ડેડીયાપાડા નું બાળક રાજપીપલા ખાતે આવેલ બાળ સંભાળ ગૃહ માં રહે છે.  જેને સંકલિત બાળ સુરક્ષા યોજના અંતર્ગત કૌટુંબિક પુનઃ સ્થાપન અર્થે જિલ્લા બાળ સુરક્ષા એકમ નેમદા દ્વારા સ્પોનસરશિપ યોજના હેઠળ ઘરે તબદીલ કરવામાં આવેલ છે.  સદર બાળક ની વિધવા માતા ને કૌટુંબિક મતભેદ ના કારણે કુટુંબીઓ દ્વારા જ પરેશાન કરવામાં આવે છે અને આ બાળક કાળજી અને રક્ષણ ની જરૂરિયાત વાળું હોઇ જેથી બાળક સાથે કોઈપણ પ્રકારની મારઝૂડ કે સતામણી ન થાય તે જોવું જરૂરી હોઇ અને બાળક ના પિતા હયાત ન હોઇ જેથી કૌટુંબિક ક્લેશ માં બાળક સાથે કોઈ કાયદા વિરુદ્ધ કામ ન થાય તે અંગે જરૂરી સૂચનાઓ તેમજ ધ્યાન દોરવણી કરવા જણાવેલ હોઇ જેથી જેથી ડેડીયાપાડા પી.એસ.આઇ.એ.આર.ડામોર તથા મહિલાઓ ની સુરક્ષા માટે નર્મદા પોલીસ અધિક્ષક ની સીધી દોરવણી હેઠળ કામ કરતી ટીમ નિર્ભયાએ ગામ માં જઈ બાળક તથા તેની વિધવા માતા ની મુલાકાત લઇ તેઓની સુરક્ષા માટે ખાતરી આપી ને જીવન જરૂરિયાત ની કીટ આપી સરાહનીય કામ કરેલ છે.
રિપોર્ટર :  વિશાલ પટેલ ,  ડેડીયાપાડા

Related posts

Leave a Comment