પી.એસ.આઇ એ.આર.ડામોર દ્વારા ડેડિયાપાડા દુકાનદારો ને કાયદા ના પાઠ ભણાવ્યા

ડેડિયાપાડા,

કોરોના વાયરસ ના સંક્રમણ ને અટકાવવા માટે ગુજરાત સરકાર તથા ભારત સરકાર ની ગાઈડ લાઈન મુજબ કન્ટેનમેન્ટ વિસ્તાર સિવાય ના ઝૉન માં દુકાનો ,એકમો અને ઉદ્યોગો ખુલ્લા રાખવાનો સમય સવારે ૮.૦૦ થી સાંજે ૪.૦૦ વાગ્યા સુધી નો રાખવામાં આવ્યો છે , પરંતુ દેડીયાપાડા ના ૧૧ વેપારીઓ ભાન ભૂલ્યા કે છૂટછાટ સરકારે આપી છે કોરોના એ નહિ અને સાંજ ના ૪.૦૦ વાગ્યા પછી પણ દુકાનો ખુલ્લી રાખતા દેડીયાપાડા પોલીસ સ્ટેશન ના પી.એસ.આઇ. એ.આર.ડામોર તથા સ્ટાફ ને પેટ્રોલિંગ માં હતા એ દરમ્યાન સાંજ ના ૪.૦૦ વાગ્યા પછી પણ કેટલીક દુકાનો ખુલી હોવાની માહિતી ના આધારે (૧) રાવજી રાજારામ આહિરે -રાવજી ફુટવેર (૨) દત્તુ ભાઈ બાબુભાઈ આહિર -ડી.એસ ફુટવેર (૩) ગણપતભાઇ મોહનભાઈ બારોટ-જય ભવાની ઇલેક્ટ્રોનિક્સ (૪) અયુબખાન ઈસ્માઈલ ખાન દાઇમા-ગુજરાત ટ્રેડર્સ(૫) છગન ભાઈ ગામીયા ભાઈ વસાવા- દોરા બટન(૬) રવિન્દ્રભાઈ શિવદાસ વાળંદ- મા સંતોષી હેર કટીંગ (૭) મુકેશભાઈ જાદવભાઈ ચૌહાણ- સાઈ સરકાર ફુટવે૨ (૮) નરેશભાઈ રામજીભાઈ અગ્રવાલ- અગ્રવાલ પ્રોવિઝન સ્ટોર (૯) રામુ પ્રસાદ પ્રયાગ રાજ ગુપ્તા – રામુ કિરાના સ્ટોર (૧૦) ગોવિંદભાઈ જેઠાભાઈ વસાવા- ટેલરિંગ ની દુકાન (૧૧) ધરમસિંહ ભાઈ યુવરાજભાઇ રાઠવા- મોબાઇલની દુકાન જેવાં ૧૧ દુકાનદારો સામે જાહેરનામાનો ભંગ કરવા બદલ કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવી.

રિપોર્ટર : વિશાલ પટેલ, ડેડિયાપાડા

Related posts

Leave a Comment