તાલાલા તાલુકાના લુશાળા પ્રાથમિક શાળામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સંચાલકની ભરતી કરાશે

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

તાલાલાતાલુકાના લુશાળા પ્રાથમિક શાળામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સંચાલકની ભરતી કરાશે.

ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માટે તાલાલા તાલુકાના લુશાળા પ્રાથમિક શાળામાં પી.એમ. પોષણ યોજનાના કેન્દ્ર માટે તદ્દન હંગામી ધોરણે ખંડ સમય માટે અને ગમે ત્યારે વગર નોટીસે છુટા કરવાની શરતે સંચાલકની જગ્યા ઉપર નિમણૂંક માટે રસ ધરાવતી વ્યક્તિઓએ મામલતદાર કચેરી, તાલાલા ખાતે તા.૦૧/૦૩/૨૦૨૪ ને ૧૧ કલાકથી તા.૧૧/૦૩/૨૦૨૪ના રોજ ૪ કલાક સુધીમાં નિયત નમુનામાં અરજી કરવાની રહેશે. અરજીનો નમુનો મામલતદાર કચેરી, તાલાલાની પી.એમ.પોષણ યોજના શાખામાંથી મળી રહેશે.(રજાના દિવસો સિવાય કચેરી સમય દરમિયાન)

આ સંચાલકની જગ્યા માટે વય મર્યાદા તા.૧૧/૦૩/૨૦૨૪ની સ્થિતિએ ૨૦ વર્ષથી ઓછી નહી અને ૬૦ વર્ષથી વધારે નહીં, લઘુતમ શૈક્ષણિક લાયકાત એસ.એસ.સી. પાસ અને માદન વેતન માસિક રૂા.૩૦૦૦ મળવાપાત્ર છે.

આ જગ્યા માટે લઘુતમ શૈક્ષણિક લાયકાત ધરાવતી સ્થાનિક સ્ત્રી ઉમેદવારોને અગ્રતા આપવામાં આવશે. સ્થાનિક યોગ્ય વ્યક્તિ ન મળે તો નજીકના ગામની વ્યક્તિ તથા વિધવા અને ત્યક્તા મહિલાને અગ્રતા આપવામાં આવશે. ઉમેદવારની પસંદગી અનુભવ અને શૈક્ષણિક લાયકાતના આધારે તા.૦૩/૧૦/૨૦૧૬ના ઠરાવમાં જણાવેલ જોગવાઇઓ આધીન કરવામાં આવશે. પત્ર વ્યવહારને અવકાશ નથી. પસંદગી સમિતિનો નિર્ણય આખરી ગણાશે.

 

Related posts

Leave a Comment