લોકગાયક જોગાજી ઠાકોર નું ગુજરાતી લોક ગીત લીલવાણી નો લીલવો ચારો ગીત ને ઉત્તર ગુજરાત માં જોરદાર સમર્થન

હિન્દ ન્યૂઝ, દિયોદર

લોકો માં સમજણ અને સમરસતા લાવવા માટે કલાકારો દ્વારા પોતાના કંઠે ગાયેલા ગીતો થી સમજણ અને એકતા નું પ્રતીક સમાન હોય છે, ત્યારે હમણાં થી કેટલાક સમય થી ઉત્તર ગુજરાત માં ધૂમ મચાવતું લોકગાયક અને કોકિલ કંઠ ધરાવતા જોગાજી ઠાકોર ના કંઠે ગવાયેલું લીલવાણી નો લીલવો ચારો... એ લોકો ને મંત્રમુગ્ધ કરી દીધા છે ઉત્તર ગુજરાત ના શહેરો જેવા કે દિયોદર લાખણી ભાભર જેવા શહેરો માં જોગાજી ઠાકોર નું ગીત ધૂમ મચાવી રહ્યું છે. જ્યાં જોવો ત્યાં જોગાજી ઠાકોર નું ગીત ધૂમ મચાવી રહ્યું છે આ ગીત વગાડી મેવાહ પંથક ના લોકો પોતાનું મન ઉત્સાહિત કરી રહ્યા છે આ ગીત માં એક ભાઈ પોતાની બહેન ને પોતાના ઘરે આવકારે છે, પરંતુ બહેન પોતાના ભાઈ ને કહે છે કે કેમ કરી આવું ભાઈ મારા ઘરે ગાયો ભેંસો નો ઠાઠ છે તો બહેન પોતાનું ઘરનું કામ ના બગડે તે માટે ના પાડી રહી છે તો ખરેખર ભાઈ બહેન ના પવિત્ર સબંધ ને જોડતું આ લોક ગીત ઘણા લોકો ના હૃદય ને સ્પર્શે એવું એક સબંધ નું ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે.

અહેવાલ : પ્રદીપસિંહ વાઘેલા દિયોદર

Related posts

Leave a Comment