આણંદ જિલ્લાના વાહનચાલકો પસંદગીના નંબરો મેળવવા ઓનલાઇન રી–ઓક્શનમાં ભાગ લઇ શકશે

હિન્દ ન્યુઝ, આણંદ

 સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, આણંદ દ્વારા મોટરિંગ પબ્લિકની સગવડતા માટે પસંદગીના નંબરની ફાળવણી માટે ઓનલાઇન RE AUCTION FOR M/CYCLE, LMV, 3W, HGV શરૂ કરવામાં આવેલ છે. 

            જેમાં નોન ટ્રાન્સપોર્ટ M/CYCLE સિરિઝ GJ 23 DZ અને EA તથા LMV સિરિઝ GJ 23 CF અને CG છે. 3W પેસેંજર તેમજ ગુડ્ઝ પ્રકારના વાહન માટે GJ 23 AV સિરીઝ છે. જ્યારે HGV પ્રકારના વાહન માટે GJ 23 AW સિરિઝ શરૂ કરવામા આવેલ છે. તેથી પસંદગીના નંબર મેળવવાની ઇચ્છા ધરાવતા વાહન માલિકો તેમના વાહનોનું ઓનલાઇન http://parivahan.gov.in/fancy પર રજીસ્ટ્રેશન કરી રી-ઓક્શનમાં ભાગ લઇ શકશે.

            આ માટે તા.૧૬/૦૫/૨૦૨૪ થી તા.૧૮/૦૫/૨૦૨૪ સુધીમાં રી-ઓક્શન માટે રજીસ્ટ્રેશન કરાવવું રહેશે અને એપ્લીકેશન કરવાની રહેશે. ત્યારબાદ તા.૧૮/૦૫/૨૦૨૪ થી તા.૨૦/૦૫/૨૦૨૪ સુધીમાં રી-ઓક્શનનું બિડિંગ કરવાનું રહેશે. અરજદારે તા.૨૧/૦૫/૨૦૨૪ ના રોજ ૧૫-૦૦ કલાક બાદ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, આણંદની કચેરીમાં ફોર્મ જમા કરાવવાના રહેશે.

            આ રી-ઓક્શનમાં વાહનના સેલ લેટરમાં સેલ તારીખથી ૬૦ દિવસની અંદરના જ અરજદારો હરાજીમાં ભાગ લેવા અરજી કરી શકશે. સમય બહારની અરજીઓ રદ કરવામાં આવશે, તેમજ જે અરજદારે ખરીદી સમયથી સાત (૭) દિવસની અંદર CNA ફોર્મ ભરેલ હશે તેવા જ અરજદારો રી-ઓક્શનમાં ભાગ લઇ શકશે, તેમ આણંદ જિલ્લા સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની એક યાદીમાં જણાવાયું છે.


Advt.

Related posts

Leave a Comment