આણંદ જિલ્લાના પેન્શનરો જોગ
હિન્દ ન્યુઝ, આણંદ
જિલ્લા તિજોરી કચેરી,આણંદ ખાતેથી રાજ્ય અને કેન્દ્ર સરકારનું પેન્શન મેળવતા પેન્શનરોએ પોતાની વાર્ષિક હયાતીની ખરાઈ પોતાની બેન્ક ખાતે જઈને તા.૩૧ જુલાઈ ૨૦૨૪ સુધીમાં કરાવી લેવા જિલ્લા તિજોરી અધિકારી દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયું છે.
વધુમાં જિલ્લા તિજોરી અધિકારી દ્વારા જણાવ્યું છે કે, પેન્શનર
http://www.jeevanpramaan.gov.in
વેબસાઈટ ઉપર પણ ઓનલાઈન હયાતીની ખરાઈ કરાવી શકાય છે. આ ઉપરાંત જે પેન્શનરોએ આધારકાર્ડ, પાનકાર્ડ તથા મોબાઈલ નંબર હજી સુધી આપેલ નથી તેવા પેન્શનરોએ હયાતીના ફોર્મની સાથે જ અચૂક આધારકાર્ડ, પાનકાર્ડ તથા મોબાઈલ નંબર જમા કરાવવાના રહેશે.
આ યાદી અનુસાર વિદેશમાં રહેતા પેન્શરોએ તેઓની હયાતી માન્ય નોટરી પાસે પીપીઓ નંબર, ફોટા,બેન્કશાખા, ખાતા નંબર લખીને કરાવવાની રહેશે અને નોટરી વાળુ અસલ હયાતી ફોર્મ અત્રે જિલ્લા તિજારી કચેરી ખાતે રજુ થયેથી હયાતી કરવામાં આવશે તથા વિદેશમાં રહેતા પેન્શરોએ હયાતી સાથે બેંકની NRO ખાતાની નકલ તથા પાસપોર્ટ નકલ સામેલ રાખવાની રહેશે.
આ ઉપરાંત જે પેન્શરોએ તિજોરી કચેરીની પૂર્વ મંજૂરી વગર બેન્ક કે શાખા બદલી હશે તો આવા પેન્શનરોની હયાતી કરવામાં આવશે નહીં. પેન્શરોએ તિજોરી કચેરી ખાતે પીપીઓ બુકમાં કરેલ સહીના નમુના મુજબની જ સહી હયાતીના ફોર્મ પર કરવાની રહેશે.
ચાલુ નાણાંકીય વર્ષ દરમિયાન પેન્શનરોએ જુની કે નવીન પદ્ધતિ મુજબ આવકવેરાની કપાત કરાવવા માંગે છે તે અંગે અને સાથોસાથ રોકાણ કરનાર પેન્શનરોએ રોકાણની વિગતો તિજોરી કચેરીને વહેલી તકે પૂરી પાડવાની રહેશે. વર્ષ ૨૦૨૩-૨૪ના આવકના પ્રમાણપત્ર વેબસાઈટ :
https://cybertreasury.gujarat.gov.in
પરથી મેળવી લેવા વધુમાં જિલ્લા તિજોરી અધિકારી દ્વારા જણાવાયું છે.
Advt.