છોટાઉદેપુર જિલ્લાના ટુ વ્હીલર વાહનચાલકો પસંદગીના નંબરો મેળવી શકશે

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર

   સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, છોટાઉદેપુર દ્વારા ટુ વ્હીલર વાહનોની નવી સિરીઝ GJ34 Q ના ગોલ્ડન-સિલ્વર તેમજ પ્રથમ વખત બધા નંબરોની ઓનલાઈન હરાજી કરવામાં આવનાર છે.

પસંદગીના નંબર મેળવવાની ઇચ્છા ધરાવતા વાહન માલિકો તેમના વાહનોનું ઓનલાઇન http://parivahan.gov.in/fancy પર રજીસ્ટ્રેશન કરી હરાજીમાં ભાગ લઇ શકશે.

આ માટે તા.૨૧/૦૫/૨૦૨૪ થી તા.૨૩/૦૫/૨૦૨૪ સુધીમાં ઓક્શન માટે ઓનલાઈન CNA ફોર્મ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને એપ્લીકેશન કરવાની રહેશે. ત્યારબાદ તા.૨૩/૦૫/૨૦૨૪ થી તા.૨૫/૦૫/૨૦૨૪ સુધીમાં ઓક્શનનું બિડિંગ કરવાનું રહેશે. અરજદારે તા.૨૭/૦૫/૨૦૨૪ ના રોજ બપોરે ૦૩-૦૦ કલાક બાદ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, છોટાઉદેપુરની કચેરીમાં રજીસ્ટ્રેશન ફોર્મ તથા CNA ફોર્મ જમા કરાવવાના રહેશે.

વાહનના સેલ લેટરમાં સેલ તારીખથી ૬૦ દિવસની અંદરના જ અરજદારો હરાજીમાં ભાગ લેવા અરજી કરી શકશે. વધુમાં સમયમર્યાદા બાદ કરેલી અરજીઓ રદ કરવામાં આવશે તેમ સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની એક યાદીમાં જણાવાયું છે.


Advt.

Related posts

Leave a Comment