સણોસરામાં આંગણવાડી કેન્દ્રમાં પોષણ માસ ઉજવણી કરવામાં આવી

હિન્દ ન્યુઝ, ભાવનગર 

   સંકલિત બાળવિકાસ યોજના અંતર્ગત આંગણવાડી કેન્દ્ર દ્વારા મહિલા પોષણ કાર્યક્રમો યોજાય છે જે અંતર્ગત સણોસરા આંગણવાડી કેન્દ્રમાં પોષણ માસ ઉજવણી કરવામાં આવી હતી.

સિહોર તાલુકા પંચાયત પ્રમુખ લીલાબેન મકવાણાની મુખ્ય ઉપસ્થિતિમાં આંગણવાડી કેન્દ્રમાં પોષણ માસ ઉજવણી સાથે યોજાયેલ વાનગી સ્પર્ધામાં કિશોરીઓને પ્રોત્સાહિત ઈનામો અપાયાં હતાં.

સંકલિત બાળવિકાસ યોજના કચેરી સિહોર અંતર્ગત નિરીક્ષક હેમાબેન દવેનાં માર્ગદર્શન સાથે પૂર્ણા શક્તિ ઉપયોગ સાથે પોષણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અગ્રણી મધુબેન મકવાણાની પ્રેરક ઉપસ્થિતિ રહેલ હતા.

આ કાર્યક્રમમાં સિહોર ઘટકનાં અસ્મિતાબેન ચૌહાણ સાથે આંગણવાડી કેન્દ્રનાં સંગીતાબેન ચાવડા તથા કૈલાસબેન ચૌહાણ આયોજનમાં રહ્યાં હતાં.

Related posts

Leave a Comment