રાજકોટ શહેરની મોદી સ્કૂલના સંચાલકોએ વિદ્યાર્થીઓના વાલીઓને ફોન કરીને ફીની ઉઘરાણી શરૂ કરી….

રાજકોટ,

     તા. ૭/૫/૨૦ જ્યારે વિશ્વ આખામાં કોરોનાની મહામારી ચાલી રહી છે. ત્યારે લોકડાઉન ને લીધે કામ ધંધા બંધ છે. તેવા સમયમાં ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે અને ખાવા માટે મુશ્કેલીઓ પણ અનુભવાય છે. ત્યારે રાજકોમાં આવેલ મોદી સ્કૂલના સંચાલકોએ વિદ્યાર્થીઓના વાલીઓને ફોન કરીને ફી ની ઉઘરાણી કરવામાં આવી રહી છે. ત્યારે આ મામલે જિલ્લા શિક્ષણ અધિકારીએ મોદી સ્કૂલને નોટિસ પાઠવી છે. જ્યારે રાજ્ય સરકારનાં જાહેરનામા પ્રમાણે સ્કૂલો ફી ન ઉઘરાવી શકે, તેવામાં સ્કુલોઍ વાલીઓને ફી ભરવાનુ કહેતા વાલીઓમાં ખાસ આક્રોશ જોવા મળ્યો હતો. ત્યારબાદ આ અંગેની ફરિયાદ જિલ્લા શિક્ષણ અધિકારી ને કરવામાં આવી હતી.

     જ્યારે આ મામલે જિલ્લા શિક્ષણ અધિકારી આર. એસ.ઉપાધ્યાય તરફથી મોદી સ્કૂલ ને નોટિસ આપવામાં આવી છે. જ્યારે નોટિસમાં કહેવાયું છે કે લોકડાઉન દરમિયાન વાલીઓને સ્કૂલે બોલાવી ન શકાય, એટલું જ નહીં ત્રણ મહિના સુધી ફી પણ ફી ન લેવાનો સરકાર તરફથી આદેશ આપવામાં આવ્યો છે. જ્યારે આ મામલે સ્કૂલ પાસેથી યોગ્ય ખુલાસો માંગવામાં આવ્યો હતો. જ્યારે નોટિસમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જો સાત દિવસમાં કોઈ સંતોષકારક જવાબ ન મળે તો આ અંગે શિક્ષાત્મક પગલાં ભરવામાં આવશે.

રીપોર્ટર : વિનુભાઈ ખેરાળીયા, રાજકોટ

Related posts

Leave a Comment