રાજકોટ શહેર અને જીલ્લામાં લગ્ન માટે કલેકટરે આપી મંજૂરી. ૨૦ લોકોની હાજરીમાં જ લગ્ન કરી શકાશે.

રાજકોટ ,

રાજકોટ શહેર તા.૭.૫.૨૦૨૦ ના રોજ કોરોનાનો કહેર સતત વધતો જાઈ છે. ત્યારે જીલ્લામાં ૬૫ કેસ થઇ ગયા છે. જ્યારે તેમાંથી અત્યાર સુધીમાં ૨૪ દર્દીઓ સાજા થયા છે. અને ૪૧ દર્દીઓ હજી સારવાર હેઠળ છે. ત્યારે રાજકોટ જિલ્લામાં લગ્ન માટે શરતી મંજૂરી આપવામાં આવી છે. જેને કારણે હવે રાજકોટ જિલ્લામાં લગ્ન સમારંભ યોજી શકાશે. આ અંગે રાજકોટના અધિક કલેક્ટર પરીમલ પંડ્યાએ માહિતી આપતાં જણાવ્યું હતું. રાજકોટ શહેર અને જિલ્લામાં લગ્ન સમારંભ યોજવા માટે પ્રાંત અધિકારી મંજૂરી આપશે. લગ્નમાં ફક્ત ૨૦ લોકો જ હાજર રહી શકશે. એટલું જ નહીં, મેળાવડા નહીં થઈ શકે. ફક્ત સાદાઇથી જ લગ્ન કરી શકાશે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment