રાજકોટ શહેર લોકડાઉનને લઈ જાહેરનામા ભંગમાં સખતાઈ કેળવવા ટ્રાફિક શાખાને આદેશ.

રાજકોટ ,

રાજકોટ શહેર તા.૭.૫.૨૦૨૦ ના રોજ કોરોનાના વાયરસને અટકાવવા ત્રીજા તબકકાના લોકડાઉનનો કડક અમલ કરવવા શહેર પોલીસ કમિશ્ર્નર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ પોલીસ કમિશ્ર્નર ખુરશીદ અહેમદ સાહેબ દેખરેખ હેઠળ મદદનીશ પોલીસ કમિશ્ર્નર, ટ્રાફિક શાખા બી.એ.ચાવડાના માર્ગદર્શન અને પી.આઇ. એસ.એન.ગડુ સહિતના સ્ટાફ દ્વારા પશ્ર્ચિમ વિભાગ વિસ્તારનાં મુખ્ય માર્ગો જેવા કે રૈયા રોડ, યુનિ. રોડ, ૨૦ જેટલા બુલેટ અને ૧૦ ગાડીઓ અને અન્ય ખાનગી ટુ-વ્હીલર દ્વારા ફલેગ માર્ચનું આયોજન કરવામાં આવેલ. લોકોને રાત્રીના ૭ વાગ્યાથી સવારના ૭ વાગ્યા સુધી બહાર નહીં નીકળવા અંગેની જાહેરાત કરી તેમજ ૭ રીક્ષા શહેરના જુદા જુદાં વિસ્તારમાં ફેરવી લોકોને જાહેરનામાનો અમલ કરવા તેમજ ઘરમાંથી બહાર નહીં નીકળવા સુચના કરવામાં આવેલી અને જો નાગરીકો તેમ નહીં કરે તો, કાયદેસરના પગલાં ભરવા કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment