રાજકોટ-અમદાવાદ વચ્ચે અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ. કલેકટરશ્રી રેમ્યા મોહન

રાજકોટ ,

રાજકોટ શહેર તા.૭.૫.૨૦૨૦ ના રોજ હાલ સમગ્ર રાજ્યમાં કોરોના હાહાકાર મચાવ્યો રહ્યો છે. તેમાં પણ અમદાવાદમાં દિન પ્રતિદિન કેસોની સંખ્યા ખુબજ ઝડપથી વધી રહી છે. જે સમગ્ર રાજ્ય માટે ખતરાની ઘંટડી સાબીત થાય તેવું સ્પષ્ટપણે જણાય રહ્યું છે. રાજકોટમાં પણ છેલ્લા ઘણા દિવસોથી જંગલેશ્ર્વર સીવાયના એક પણ વિસ્તારમાં કોરોનાનો પોઝીટીવ કેસ સામે આવ્યો ન હતો. જેથી તંત્રએ રાહતનો શ્ર્વાસ લીધો હતો પરંતુ અચાનક અમદાવાદથી આવેલા એક વ્યક્તિને કોરોના પોઝીટીવ હોવાનું ધ્યાને આવતા સમગ્ર શહેર પર જોખમ વધ્યું છે. આમ અમદાવાદ રાજકોટ શહેર માટે જોખમ ન બને તે માટે આજે બપોરે જિલ્લા કલેકટર રેમ્યા મોહને મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. જેમાં તેઓએ રાજકોટથી અમદાવાદ અને અમદાવાદથી રાજકોટ વચ્ચે અવર-જવર ઉપર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દીધો છે. તેઓએ જાહેર કર્યું છે કે, એમ્બ્યુલન્સ અને અન્ય મેડિકલ સેવા માટે જ અવર-જવર ને છુટ આપવામાં આવશે. બાકી કોઈ કારણોસર રાજકોટ-અમદાવાદ વચ્ચે અવર-જવર થઈ શકશે નહીં. જિલ્લા કલેકટર દ્વારા સુરત અંગે પણ સાંજ સુધીમાં આવો જ નિર્ણય લેવામાં આવે તેવી પુરેપુરી શકયતા સેવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં થયેલો કોરોના વિસ્ફોટ રાજકોટને ન ભરખે તે માટે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર પ્રયત્નશીલ છે.

રિપોર્ટર :દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment