યુવાઓને અવશ્ય મતદાન કરવા જામનગરના વિદ્યાર્થીએ કરી અપીલ

મારો મત મારી તાકાત… 

હિન્દ ન્યુઝ, જામનગર

     આગામી તા.૭મી મે ના રોજ લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪નું મતદાન યોજાશે. ત્યારે દેશના યુવાઓ વધુમાં વધુ મતદાન કરી લોકશાહીના મહાપર્વમાં ભાગ લે તે હેતુથી જામનગરની ડિકેવી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં અભ્યાસ કરતાં અને પ્રથમ વખત મતદાન કરી રહેલ યુવા અટારિયા હુસેન દ્વારા સૌ યુવાઓને અવશ્ય મતદાન કરવા અપીલ કરતા જણાવ્યું છે કે, હું વર્ષ ૨૦૨૪માં પ્રથમ વખત મતદાન કરવા જઇ રહ્યો છું. મારો મત મારી તાકાત છે. મતદાનની પાત્રતા ધરાવતા દેશના તમામ લોકોએ અને ખાસ કરીને જે યુવાઓ પ્રથમ વખત મત આપવાના છે તેઓએ અવશ્ય મતદાન કરવું જોઈએ.

Related posts

Leave a Comment