હિન્દ ન્યુઝ, જામનગર આગામી સમયમાં લોકસભાની ચૂંટણી માટે મતદાનની તારીખ નજીક આવી રહી છે ત્યારે જામનગર જિલ્લાના હોમગાર્ડઝ ભાઈઓ, બહેનો અને અધિકારીઓ દ્વારા જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ ગીરીશ સરવૈયાના અધ્યક્ષ સ્થાને ચુંટણીલક્ષી શપથવિધિ ગ્રહણ કરવામાં આવી હતી. જેમાં તમામ હોમગાર્ડઝ ભાઈઓ અને બહેનો તથા અધિકારીઓએ શપથ લીધા હતા. આગામી મતદાનના દિવસે અમે 100% સભ્યો મતદાન કરીશું અને અમારા પરિવારના સભ્યો અને મિત્રો તથા લોકોને પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા સમજાવીશું. તેમજ જામનગર જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે લોકોને નિર્ભય રીતે મતદાન કરવા પ્રેરણા આપીશું. આ તકે જિલ્લા હોમગાર્ડઝ…
Read MoreDay: April 28, 2024
આણંદ જિલ્લાના શ્રમયોગીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે મતદાનના દિવસે સ્થાનિક રજા આપવા અથવા વૈકલ્પિક વ્યવસ્થા કરવાની રહેશે
હિન્દ ન્યુઝ, આણંદ નિયામક ઔધાગિક સલામતી અને સ્વાસ્થ્યની એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે આગામી તા. ૦૭/૦૫/૨૦૨૪ના રોજ મતદાન યોજાશે. મતદાનના દિવસે જે તે મતવિસ્તારની સંસ્થાઓમાં કારખાના ધારા એકટ તથા ધી બિલ્ડીંગ એન્ડ અધર કનસ્ટ્રકશન વર્કસ એકટ હેઠળ કામ કરતા શ્રમયોગી/કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે મતદાનના દિવસે સ્થાનિક રજા આપવા અથવા વૈકલ્પીક વ્યવસ્થા કરવા સૂચના અપાઈ છે. આ જોગવાઈ અનુસાર રજા જાહેર કરવાના કારણે સંબંધિત શ્રમયોગી/કર્મચારીઓના પગારમાંથી કોઈ પણ જાતની કપાત કરવાની રહેશે નહી. જો કોઈ માલિક લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ની કલમ ૧૩૫-Bની જોગવાઈ વિરુદ્ધનું…
Read Moreઆણંદ જિલ્લામાં ચૂંટણી કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓને તા.૨૯ એપ્રિલ થી તા. ૦૧ મે દરમિયાન બીજા તબક્કાની ચૂંટણીલક્ષી તાલીમ અપાશે
હિન્દ ન્યુઝ, આણંદ લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે આણંદ જિલ્લામાં આગામી ૭ મી મે ના રોજ મતદાન થનાર છે. લોકસભાની આ ચૂંટણી અન્વયે જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરી દ્વારા ચૂંટણીલક્ષી કામગીરી કરવા માટે કર્મચારીઓની નિમણૂંક કરવામાં આવી છે. આ તમામ કર્મચારીઓને તા. ૨૬, ૨૭ અને ૨૮ માર્ચના રોજ પ્રથમ તબક્કાની ચૂંટણીલક્ષી તાલીમ આપવામાં આવી હતી. ૧૬- આણંદ લોકસભા બેઠકની ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા તમામ પ્રિસાઇડિંગ ઓફિસર, આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર, પોલીંગ ઓફિસર અને મહિલા પોલીંગ ઓફિસરને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ તા.૨૯ એપ્રિલ ૨૦૨૪ થી તા. ૦૧ મે, ૨૦૨૪ ના…
Read Moreમતદાન સ્ટાફ – ભારતની ચૂંટણી પ્રક્રિયાની કરોડરજ્જુ
હિન્દ ન્યુઝ, જામનગર લોકશાહીનું આ ભવ્ય પર્વ, જયાં લાખો નાગરીકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે છે. ત્યાં પડદા પાછળ કેટલાક એવા લોકોનો સમૂહ છે, જે આ લોકશાહીની પ્રક્રિયાને સફળ બનાવવા માટે અથાગ પ્રયત્નો કરી રહયો હોય છે. આ કર્મનિષ્ઠ વ્યકિતઓના સમૂહને ચૂંટણીની ભાષામાં “પોલીંગ સ્ટાફ” કહેવાય છે. જેઓ આપણી ચૂંટણી પ્રકિયાની કરોડરજજુ છે તેમની પ્રતિબધ્ધતા, સમર્પણ અને સખત મહેનત; એ સુનિશ્ચિત કરે છે કે ચૂંટણી નિષ્પક્ષ, મુકત અને પારદર્શક રીતે યોજાય. ચૂંટણી પ્રક્રિયા એટલે મહાશ્રમ યજ્ઞ. કુનેહપૂર્વકની અને નિયમાનુસારની તથા ઘડીયાળના કાંટે ચાલતી પ્રક્રિયા. જે મતદાનના આગળના દિવસે વહેલી…
Read Moreયુવાઓને અવશ્ય મતદાન કરવા જામનગરના વિદ્યાર્થીએ કરી અપીલ
મારો મત મારી તાકાત… હિન્દ ન્યુઝ, જામનગર આગામી તા.૭મી મે ના રોજ લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪નું મતદાન યોજાશે. ત્યારે દેશના યુવાઓ વધુમાં વધુ મતદાન કરી લોકશાહીના મહાપર્વમાં ભાગ લે તે હેતુથી જામનગરની ડિકેવી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં અભ્યાસ કરતાં અને પ્રથમ વખત મતદાન કરી રહેલ યુવા અટારિયા હુસેન દ્વારા સૌ યુવાઓને અવશ્ય મતદાન કરવા અપીલ કરતા જણાવ્યું છે કે, હું વર્ષ ૨૦૨૪માં પ્રથમ વખત મતદાન કરવા જઇ રહ્યો છું. મારો મત મારી તાકાત છે. મતદાનની પાત્રતા ધરાવતા દેશના તમામ લોકોએ અને ખાસ કરીને જે યુવાઓ પ્રથમ વખત મત આપવાના…
Read Moreમતદાર જાગૃતી માટે એસ.ટી ડેપો વેરાવળનો પ્રેરક પ્રયાસ
હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શનમાં જિલ્લામાં મતદાન જાગૃતિ માટે વિશેષ પ્રયાસ થઈ રહ્યાં છે ત્યારે એસ.ટી ડેપો વેરાવળ દ્વારા મતદાન કરવા પ્રત્યે જિલ્લાના નાગરિકોમાં જાગૃતી આવે તે માટે અનોખો કરવામાં આવ્યો છે. લોકશાહીના પર્વમાં બહોળી સંખ્યામાં લોકો સહભાગી બનીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે વેરાવળ એસ.ટી ડેપો દ્વારા મુસાફરોને આપવામાં આવતી રિઝર્વેશન ટિકિટ તેમજ મુસાફર પાસ અને વિદ્યાર્થી પાસ સહિતની વિવિધ સેવાઓમા મતદાન અંગેનો સ્ટેમ્પ લગાવીને નાગરિકોમાં વધુને વધુ મતદાન જાગૃતિ કેળવાય તે માટે અવશ્ય મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી રહી…
Read Moreગીર-સોમનાથ જિલ્લામાં મતદાન જાગૃતિ વેગવંતી બની
હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ ગીર સોમનાથ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત જિલ્લામાં ટ્રાન્સજેન્ડર અને વરિષ્ઠ નાગરિકોને મતદાન જાગૃતિ માટે પ્રેરિત કરવામાં આવ્યાં હતાં. વિકાસ સમર્થન કેન્દ્ર વેરાવળ ખાતે ટ્રાન્સજેન્ડર મતદારોને મતદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. તેમજ લોકશાહીના અવસરમાં સહભાગી બનીને બહોળી સંખ્યામાં નાગરિકો મતદાન કરે તે માટે અપીલ કરવામાં આવી હતી. આશ્રય વૃધ્ધાશ્રમ, દેલવાડા રોડ, ઉના ખાતે વરિષ્ઠ નાગરિકો અને સંસ્થાના અંતેવાસીઓ મતદાન જાગૃતિ સંવાદ કરીને લોકશાહીને મજબૂત બનાવવા મતદાન કરવા અપીલ કરવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત મતદારોએ તા.૦૭મેના રોજ ’અવશ્ય મતદાન…
Read Moreતાલાલા ખાતે ધમાલ નૃત્ય વચ્ચે મતદાર જાગૃતિ યોજાઈ
હિન્દ ન્યુઝ, તલાલા ગીર-સોમનાથ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાએ તાલાલા ખાતે મતદાન જાગૃતિ અંતર્ગત ધમાલ નૃત્ય વચ્ચે આગામી સમયમાં યોજાનાર લોકસભાની ચૂંટણીમાં સહભાગી થવા માટે અપીલ કરી હતી. ધમાલ નૃત્યની સરાહના કરતા કલેક્ટરએ જણાવ્યું હતું કે, લોકસભાની ચુટણીમાં ૧૦૦% વોટિંગની તૈયારી સાથે ચૂંટણીતંત્ર કાર્ય કરી રહ્યું છે. ત્યારે નાગરિકોએ પણ કોઈપણ પ્રકારની આળસ ન કરીને મતદાનમાં મતદાન કરવા આગળ આવવું જોઈએ.ચૂંટણી એ લોકશાહીનો મોટો ઉત્સવ છે, જેમાં મહિલા સહિત નાગરિકોને મતદાન કરીને લોકશાહીને મજબૂત બનાવવા અપીલ કરી હતી. જિલ્લા કલેકટરએ ત્યારબાદ ફોટોન વિદ્યા સંકુલ ખાતે ઉમેદવારોના સિમ્બોલ લોડીંગની…
Read Moreઆદિમ જાતિ બહુલ માધુપુર-જાંબુર ગામ ભાતીગળ રંગે રંગાશે
હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાએ મતદાર જાગૃતિ અભિયાનના ભાગરૂપે આદિજાતિ બહુલ માધુપુર-જાંબુર ગામે પહોંચ્યાં હતાં. કલેકટરએ માધુપુર-જાંબુર ગામમાં આદીમ જાતિને ધ્યાનમાં રાખીને ગામમાં ઊભાં કરવામાં આવનાર મતદાન બુથને આદિમ સંસ્કૃતિ મુજબ ભાતીગળ રીતે ઊભા કરવામાં આવે તે માટેનું જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. કલેક્ટર જણાવ્યું હતું કે,આ ગામની સ્વચ્છતા કરીને રંગોળીઓ સહિતના સુશોભન સાથે ગામમાં દિવાળી જેવો અવસર હોય તેવી રીતે શણગારવામાં આવશે. તેમજ મતદાનના દિવસે આદિમ જૂથના નાગરિકો સમૂહમાં પોતાની ભાતીગળ વેશભૂષામાં એક સાથે બહોળી સંખ્યામાં મતદાન કરવા આવે તે માટેની તેમણે અપીલ…
Read Moreન્યુ એરા સિનિયર સેકન્ડરી સ્કૂલમાં ‘આવિષ્કાર’ થીમ ઉપર સાયન્સ ફેર યોજાયો
હિન્દ ન્યુઝ, વડોદરા વડોદરાના નિઝામપુરામાં આવેલ ન્યુ એરા સિનિયર સેકન્ડરી સ્કૂલમાં ‘આવિષ્કાર’ થીમ ઉપર સાયન્સનું પ્રદર્શન યોજાયો. વિદ્યાર્થીઓએ મુખ્યત્વે સેફ્ટી એર, વોટર, એનિમલ અને બર્ડ ના હોમ્સ, વર્ષ દરમ્યાન ની સીઝન જેવા વિષય ઉપર વિવિધ પ્રકારના મોડેલ અને પ્રયોગો રજુ કર્યા હતા. આ સાથે પ્રદર્શન ને નિહાળવા માટે ખુબજ મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. નિહાળવા આવેલ તમામ ને વિદ્યાર્થીઓ ખુબજ સારી રીતે એમના મોડેલ સમજાવતા હતા. આ સાથે સાથે વિદ્યાર્થીઓ તેમના મોડેલ ઉપર લોકોનો ફિડબેક પણ જાણતા હતા. આ પ્રદર્શનમાં ધો. ૧ થી ૧૨ ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ…
Read More