તાલાલા ખાતે ધમાલ નૃત્ય વચ્ચે મતદાર જાગૃતિ યોજાઈ

હિન્દ ન્યુઝ, તલાલા

ગીર-સોમનાથ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાએ તાલાલા ખાતે મતદાન જાગૃતિ અંતર્ગત ધમાલ નૃત્ય વચ્ચે આગામી સમયમાં યોજાનાર લોકસભાની ચૂંટણીમાં સહભાગી થવા માટે અપીલ કરી હતી.

ધમાલ નૃત્યની સરાહના કરતા કલેક્ટરએ જણાવ્યું હતું કે, લોકસભાની ચુટણીમાં ૧૦૦% વોટિંગની તૈયારી સાથે ચૂંટણીતંત્ર કાર્ય કરી રહ્યું છે. ત્યારે નાગરિકોએ પણ કોઈપણ પ્રકારની આળસ ન કરીને મતદાનમાં મતદાન કરવા આગળ આવવું જોઈએ.ચૂંટણી એ લોકશાહીનો મોટો ઉત્સવ છે, જેમાં મહિલા સહિત નાગરિકોને મતદાન કરીને લોકશાહીને મજબૂત બનાવવા અપીલ કરી હતી.

જિલ્લા કલેકટરએ ત્યારબાદ ફોટોન વિદ્યા સંકુલ ખાતે ઉમેદવારોના સિમ્બોલ લોડીંગની કામગીરીનુ નિરિક્ષણ કર્યું હતું અને અધિકારીઓને માર્ગદર્શિત કર્યા હતા.

આ તકે અધિક નિવાસી કલેકટર રાજેશ આલ,નાયબ ચૂંટણી અધિકારી પલ્લવીબેન બારૈયા, નાયબ કલેકટર ભૂમિકાબેન વાટલીયા,જિલ્લા શિક્ષણાધિકારી એમ.પી.બોરીચા,તાલાલા મામલતદાર બી.એચ.કુબાવત સહિતના અધિકારીઓ- કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Related posts

Leave a Comment