ગીર-સોમનાથ જિલ્લામાં મતદાન જાગૃતિ વેગવંતી બની

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ

ગીર સોમનાથ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત જિલ્લામાં ટ્રાન્સજેન્ડર અને વરિષ્ઠ નાગરિકોને મતદાન જાગૃતિ માટે પ્રેરિત કરવામાં આવ્યાં હતાં.

વિકાસ સમર્થન કેન્દ્ર વેરાવળ ખાતે ટ્રાન્સજેન્ડર મતદારોને મતદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. તેમજ લોકશાહીના અવસરમાં સહભાગી બનીને બહોળી સંખ્યામાં નાગરિકો મતદાન કરે તે માટે અપીલ કરવામાં આવી હતી.

આશ્રય વૃધ્ધાશ્રમ, દેલવાડા રોડ, ઉના ખાતે વરિષ્ઠ નાગરિકો અને સંસ્થાના અંતેવાસીઓ મતદાન જાગૃતિ સંવાદ કરીને લોકશાહીને મજબૂત બનાવવા મતદાન કરવા અપીલ કરવામાં આવી હતી.

આ કાર્યક્રમ અંતર્ગત મતદારોએ તા.૦૭મેના રોજ ’અવશ્ય મતદાન કરીશ’ નો સંકલ્પ લીધો હતો. આ અવસરે મતદાન જાગૃતિનો સંદેશો આપતી બેગનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

Related posts

Leave a Comment