ખંભાત વિધાનસભા પેટા ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ

હિન્દ ન્યુઝ, આણંદ

    ખંભાત વિધાનસભા પેટા ચૂંટણીમાં મતદાન એકંદરે શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થવા પામ્યું હતું. ૧૬-આણંદ સંસદિય મતદાર વિભાગમાં સમાવિષ્ટ ૧૦૮- ખંભાત વિધાનસભા મતદાર વિભાગના મદદનીશ ચૂંટણી અધિકારી દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ખંભાત વિધાનસભા પેટા ચૂંટણીમાં સરેરાશ ૬૬.૨૮ ટકા મતદાન નોંધાયું છે.

ઉલ્લેખનિય છે કે, ખંભાત વિધાનસભા પેટા ચૂંટણીમાં કુલ ૨,૩૪,૬૫૮ જેટલા મતદારો નોંધાયા છે. જેમાં ૧,૨૦,૯૬૨ જેટલા પુરૂષ મતદારો તથા ૧,૧૩,૬૯૬ મહિલા મતદારોનો સમાવેશ થાય છે.

૧૦૮-ખંભાત વિધાનસભા પેટા ચૂંટણીમાં નોંધાયેલા મતદારો પૈકી ૬૯.૪૩ ટકા એટલે કે, ૮૩,૯૮૮ પુરૂષ અને ૬૨.૯૨ ટકા એટલે કે, ૭૧,૫૩૭ મહિલા મતદારો મળી કુલ ૬૬.૨૮ ટકા એટલે કે, ૧,૫૫,૫૨૫ મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

Related posts

Leave a Comment