મતદાન મથકની ૧૦૦ મીટરની હદમાં કોઇપણ વ્યક્તિ મોબાઇલ કે ઇલેક્ટ્રોનિક ઉપકરણો લઇ પ્રવેશી શકશે નહી

હિન્દ ન્યુઝ, આણંદ     લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અન્વયે આણંદ જિલ્લામાં તા. ૦૭/૦૫/૨૦૨૪ ના રોજ મતદાન થનાર છે. મતદાનના દિવસે મતદાન મથકોએ મતદારો શાંતિથી તેમના મત નોંધાવી શકે અને મતદાન મથકથી ૨૦૦ મીટરના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે જિલ્લા મેજીસ્ટ્રેટ પ્રવીણ ચૌધરીએ તેમને મળેલ સત્તાની રૂએ સમગ્ર આણંદ જિલ્લાના વિસ્તારમાં આવેલ દરેક મતદાન મથક/મથકોએ કોઇપણ રાજકીય પક્ષ, ઉમેદવાર, તેના ચૂંટણી એજન્ટ, કાર્યકરો કે સમર્થકોએ કે અન્ય કોઇ વ્યક્તિ દ્વારા કેટલાંક કૃત્યો કરવા માટે ચૂંટણી પંચની સૂચના મુજબ કેટલાક હુકમો ફરમાવ્યા છે.  તદ્દનુસાર રાજકીય પક્ષ,…

Read More

મતદાનના દિવસે મતદાન મથકથી ૧૦૦ મીટરના અંતરમાં આવેલ વિસ્તારમાં મત માટે પ્રચાર કરી શકાશે નહિં

હિન્દ ન્યુઝ, આણંદ    જિલ્લા મેજીસ્ટ્રેટ પ્રવીણ ચૌધરીએ તેમને મળેલ સત્તાની રૂએ સમગ્ર આણંદ જિલ્લાના વિસ્તારમાં તા.૦૭/૦૫/૨૦૨૪ ના રોજ મતદાનના દિવસે મતદાન મથકની અંદર તથા મતદાન મથકથી ૧૦૦ મીટરના અંતરમાં આવેલ વિસ્તારમાં કોઈપણ રાજકીય પક્ષ, ઉમેદવાર, તેના ચૂંટણી એજન્ટ, કાર્યકરો કે સમર્થકોએ કે અન્ય કોઈ વ્યક્તિને કેટલાક કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડ્યું છે.  તદ્દઅનુસાર કોઈપણ રાજકીય પક્ષ, ઉમેદવાર, તેના ચૂંટણી એજન્ટ, કાર્યકરો કે સમર્થકોએ કે અન્ય કોઈ વ્યક્તિ દ્વારા મત માટે પ્રચાર કરવા, મતદારોને ધાક-ધમકી આપીને કે રંજાડીને મતદાન કરવા જતા અટકાવવા, કોઈ મતદારને મત આપવા આગ્રહપૂર્વક…

Read More

મતદાન પુર્ણ થવાના ૪૮ કલાક પહેલા તથા મતદાન પૂર્ણ થાય ત્યાં સુધી રાજકીય પ્રકારના તમામ SMSs પર પ્રતિબંધ

હિન્દ ન્યુઝ, આણંદ       લોકસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત તા. ૦૭ મે ૨૦૨૪ ના રોજ મતદાન થનાર છે.મુક્ત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે ચૂંટણી કાયદા,આચારસંહિતા અને ચૂંટણી આયોગની સુચનાનો ભંગ કરતા શોર્ટ મેસેજ પર પ્રસારીત થતા અટકાવવા જિલ્લા મેજીસ્ટ્રેટ આણંદ દ્વારા પ્રતિબંધ દર્શવાતો હુકમ કર્યો છે. જે અન્વયે કોઈપણ રાજકિય પક્ષ,ઉમેદવાર,તેના ચૂંટણી એજન્ટ,કાર્યકરો કે સમર્થકોએ કે અન્ય કોઈ વ્યક્તિએ મતદાનના દિવસે એટલે કે તા. ૭ મે ૨૦૨૪ના રોજ મતદાન પુરૂ થવાના ૪૮ કલાક પહેલાથી મતદાન પૂર્ણ થાય ત્યાં સુધી રાજકીય પ્રકારના તમામ SMSs મોકલવા પર પ્રતિબંધ કર્યો છે.…

Read More

મતદારો મતદાનના દિવસે ચૂંટણી કાર્ડ (EPIC) અથવા અન્ય ૧૨ દસ્તાવેજો પૈકી કોઈ પણ એક ફોટો ઓળખપત્ર રજૂ કરી મતદાન કરી શકશે

હિન્દ ન્યુઝ, આણંદ લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ નું મતદાન આણંદ જિલ્લામાં તારીખ ૭ મી મેના રોજ કરવામાં આવનાર છે. લોકસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત આણંદ જિલ્લાની લોકસભાની બેઠકની સાથે જિલ્લાની ૧૦૮ – ખંભાત વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી અન્વયે મતદાન થનાર છે. મતદાનના દિવસે એટલે કે, તા. ૭ મી મે ના રોજ મતદારોને ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલ મતદાર ફોટો ઓળખ કાર્ડ -(ચૂંટણી કાર્ડ) EPIC રજૂ કરી મતદાન કરવાનું હોય છે. મતદાનના દિવસે જે મતદારો ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલ મતદાર ફોટો ઓળખ કાર્ડ – EPIC રજૂ ન કરી શકે તો…

Read More

તા.૭ મી મે ના રોજ લોકશાહીના પર્વમાં મતદાન અવશ્ય કરો – જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરી

હિન્દ ન્યુઝ, આણંદ    લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ નું મતદાન આણંદ જિલ્લામાં ત્રીજા તબક્કામાં ૭ મી તારીખના મંગળવાર ના રોજ યોજાનાર છે. ચૂંટણીના દિવસે મતદાનનો સમય સવારે ૭-૦૦ કલાકથી સાંજના ૬-૦૦ કલાક સુધીનો છે. વહેલી સવારના ઠંડકના સમયમાં વધુમાં વધુ મતદારો મતદાન કરે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીએ અપીલ કરી છે. આણંદ જિલ્લામાં યોજાનાર લોકશાહીના પર્વમાં મતદારો પોતાનું બહુમૂલ્ય યોગદાન આપી મતદાન કરે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણ ચૌધરીએ અપીલ કરતાં જણાવ્યું છે કે, બી.એલ.ઓ. દ્વારા ઘરે-ઘરે ફરીને કાપલીઓ આપવામાં આવી રહી છે. જે કાપલીમાં તમારું…

Read More

મતદાનના દિવસે સંભવિત હીટવેવની અસર સામે સજ્જ આણંદનો આરોગ્ય વિભાગ

હિન્દ ન્યુઝ, આણંદ     લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અન્વયે ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન યોજાનાર છે. મતદાનને ગણતરીના કલાકો બાકી રહ્યા છે, ત્યારે આણંદ જિલ્લામાં ચૂંટણી તંત્ર દ્વારા જરૂરી તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ ચુક્યો છે. ગુજરાતમાં તા. ૦૭ મેના રોજ યોજાનાર મતદાનના દિવસે સંભવિત હીટવેવની અસર સામે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણ ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપનાના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લાનો આરોગ્ય વિભાગ જરૂરી તમામ વ્યવસ્થાઓ સાથે સુસજ્જ છે. ચૂંટણીને અનુલક્ષીને આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થા વિશે હીટ વેવ ના નોડલ ઓફિસર અને જિલ્લા…

Read More

આણંદ જિલ્લાના મતદારોને ગમે તેટલો તાપ પડે તો પણ ૧૦૦ ટકા મતદાન કરવા અપીલ કરતાં પેટલાદના દાદા ગંગારામજી કિન્નર અખાડાના દાનાકુંવર પૂજાકુંવર

હિન્દ ન્યુઝ, આણંદ    આણંદ જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પેટલાદ ખાતે મદદનીશ ચૂંટણી અધિકારી પી. આર. જાની દ્વારા ત્રીજી જાતિના મતદારોના સહયોગથી મતદાર જાગૃતિના અનેકવિધ કાર્યક્રમો યોજાયા છે. આણંદ લોકસભા સામાન્ય ચૂંટણીમાં સમગ્ર જિલ્લામાં કુલ ૧૩૧ થર્ડ જેન્ડર મતદારો નોંધાયા છે. જે પૈકી ૧૧૩-પેટલાદ વિધાનસભા મતદાર વિભાગમાં સૌથી વધુ ૧૦૯ થર્ડ જેન્ડર મતદારો નોંધાયા છે. જયારે ૧૦૯-બોરસદ, ૧૧૧-ઉમરેઠ અને ૧૧૪-સોજીત્રા મતદાર વિભાગમાં ૬-૬ અને ૧૧૨-આણંદ મતદાર વિભાગમાં ૪ થર્ડ જેન્ડર મતદારો નોંધાયા છે. આ તમામ થર્ડ જેન્ડર મતદારો આગામી તા.૭ મે ના મંગળવારના રોજ પોતાના મતાધિકારનો ઉપયોગ…

Read More

મતદાન મથકો ખાતે ટાંકણીથી લઈને લખવા માટેના ફુલ સ્કેપ કાગળ સહિત નાનામાં નાની ૨૦૦ જેટલી સામગ્રીઓની જરૂર રહે છે

હિન્દ ન્યુઝ, આણંદ        લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અંતર્ગત ૭ મી તારીખે મતદાન યોજાનાર છે, ત્યારે આણંદ જિલ્લાના ૧૭૭૩ મતદાન મથકો ઉપર ચૂંટણી પ્રક્રિયા માટે ઉપયોગમાં લેવાતી જરૂરી તમામ લેખન, સાધન-સામગ્રીની જરૂરીયાત રહે છે. જેને ધ્યાને લઈ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આ તમામ નાનામાં નાની જરૂરી લેખન, સાધન – સામગ્રી પહોંચાડવામાં આવે છે. જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી ખાતેથી મળેલી માહિતી અનુસાર મતદાન મથકો ખાતે સેફટી પિન્સ, અવિલોપ્ય શાહીની બોટલ રાખવા માટેનું ટીન, દિવાસળીની પેટી, બ્લેડ, રબર બેન્ડ, બોલ પોઇન્ટ પેન અને રીફીલ, મતદાન સામગ્રી રાખવા માટે હેન્ડલવાળું…

Read More