મતદાન પુર્ણ થવાના ૪૮ કલાક પહેલા તથા મતદાન પૂર્ણ થાય ત્યાં સુધી રાજકીય પ્રકારના તમામ SMSs પર પ્રતિબંધ

હિન્દ ન્યુઝ, આણંદ 

     લોકસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત તા. ૦૭ મે ૨૦૨૪ ના રોજ મતદાન થનાર છે.મુક્ત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે ચૂંટણી કાયદા,આચારસંહિતા અને ચૂંટણી આયોગની સુચનાનો ભંગ કરતા શોર્ટ મેસેજ પર પ્રસારીત થતા અટકાવવા જિલ્લા મેજીસ્ટ્રેટ આણંદ દ્વારા પ્રતિબંધ દર્શવાતો હુકમ કર્યો છે.

જે અન્વયે કોઈપણ રાજકિય પક્ષ,ઉમેદવાર,તેના ચૂંટણી એજન્ટ,કાર્યકરો કે સમર્થકોએ કે અન્ય કોઈ વ્યક્તિએ મતદાનના દિવસે એટલે કે તા. ૭ મે ૨૦૨૪ના રોજ મતદાન પુરૂ થવાના ૪૮ કલાક પહેલાથી મતદાન પૂર્ણ થાય ત્યાં સુધી રાજકીય પ્રકારના તમામ SMSs મોકલવા પર પ્રતિબંધ કર્યો છે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

 

Related posts

Leave a Comment