ઉનાળુ વેકેશનમાં શાળાના ૬૫૦ બાળકો લખીને ઘડિયા શીખશે

હિન્દ ન્યુઝ, આણંદ    સમગ્ર રાજ્યમાં પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માઘ્યમિક અને કોલેજોમાં વેકેશન શરૂ થયું છે, શાળાના ભૂલકાઓ વેકેશન દરમિયાન મોજ મસ્તી કરે સાથે સાથે ભણવામાં પણ રુચી દાખવે તેવા પ્રકારનું વિશિષ્ટ કાર્ય આણંદ પાસેના હાડગૂડમાં આવેલી પ્રાથમિક શાળાના આચાર્ય હિરેનભાઈ મેકવાન અને તેમની ટીમ દ્વારા વેકેશન દરમિયાન શૈક્ષણિક નવતર પ્રયોગ થકી વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તે માટે નૂતન પ્રયોગ કરવામાં આવ્યો છે. ગણિતનો પાયો ગુણાકાર છે અને ઘડિયા એ ગુણાકારની પ્રક્રિયાને સુગમ બનાવતી ચાવી છે….અહી આ નમ્ર પ્રયાસ સાથે બાળકોની ગણિતની ચાવી કહો કે Master key આત્મસાત થાય એ…

Read More

ભાવનગર જિલ્લામાં સમૂહલગ્ન સમિતિના આયોજકોને તેમજ વિવિધ સમુદાયના લોકોને બાળલગ્ન ન થાય તેની ખાસ કાળજી રાખવા તાકીદ

હિન્દ ન્યુઝ, ભાવનગર      ભાવનગર જિલ્લામાં તા. ૧૦ મે ૨૦૨૪ ના રોજ અક્ષય તૃતીયા હોવાથી બાળ લગ્ન અટકાવવાના હેતુથી જિલ્લામાં યોજાનાર સમૂહલગ્ન સમિતિના આયોજકોને તેમજ વિવિધ સમુદાયના લોકોને બાળલગ્ન ન થાય તેની ખાસ કાળજી રાખવા માટે બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી દ્વારા તાકીદ કરવામાં આવી છે. બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ ૨૦૦૬ મુજબ છોકરીના લગ્ન ૧૮ વર્ષ પહેલા અને છોકરાના લગ્ન ૨૧ વર્ષ પહેલા થાય એ બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ ૨૦૦૬ મુજબ સજાને પાત્ર ગુનો છે અને સામાજીક દૂષણ પણ છે. બાળલગ્નના કારણે સમાજમાં નાની છોકરીઓનાં આરોગ્ય પર…

Read More

ધોરણ-૧૨ (સામાન્ય પ્રવાહનું)ની બોર્ડની પરીક્ષામાં રાજકોટ મહાનગરપાલિકાની શ્રી સરોજીની હાઈસ્કૂલનું ૧૦૦ ટકા અને શ્રી પી. એન્ડ ટી.વી. શેઠ હાઈસ્કૂલનું ૭૨ ટકા પરિણામ

હિન્દ ન્યુઝ, રાજકોટ  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજ તા.૦૯/૦૫/૨૦૨૪ના રોજ ધોરણ-૧૨ની બોર્ડની પરીક્ષાનું વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહનું પરીણામ જાહેર કરેલ છે. જેમાં રાજકોટ મહાનગરપાલિકાની શ્રી સરોજીની હાઈસ્કૂલનું ધોરણ-૧૨ (સામાન્ય પ્રવાહ)ની પરીક્ષામાં ૧૦૦ ટકા પરિણામ સાથે ઝળહળતી સફળતા હાંસલ કરેલ છે. જ્યારે શ્રી પી. એન્ડ ટી.વી. શેઠ હાઈસ્કૂલનું ૭૨ ટકા પરિણામ આવેલ છે. Advt.

Read More