સૌરાષ્ટ્ર પ્રાંત દુર્ગાવાહિની ‘શૌર્ય પ્રશિક્ષણ વર્ગ’ માં જામનગર જિલ્લાની બહેનો જોડાયા

હિન્દ ન્યુઝ, જામનગર

    ‘વિશ્વ હિન્દુ પરિષદ‘ માં હિન્દુ યુવતીઓનું સંગઠન ‘દુર્ગાવાહિની‘ જે દેશભરમાં બહેનોમાં હિન્દુ ધર્મ, સમાજ, રાષ્ટ્ર સંસ્કૃતિની ભાવના જગાડવાનું કાર્ય કરે છે. આ સંગઠન દ્વારા રાષ્ટ્ર ભકિત સાથે હિન્દુત્વ તેમજ સ્વાભિમાન તથા વર્તમાન સ્થિતિમાં પોતાની તથા પરિવારની અને હિન્દુ સમાજની સેવા, સુરક્ષા, સહકારના ધ્યેય સાથે યુવતીઓ શારીરિક, માનસિક અને બૌધ્ધિક રીતે સક્ષમ બને એ માટે નિ:યુદ્ધ, દંડ, રાયફલ શુટીંગ, બાધા, યોગાસન, દેશી રમતો અને વ્યાયામ યોગ સાથે દેશની વર્તમાન પરિસ્થિતિ સાથે ઈતિહાસ, વૈભવ, હિન્દુ પરંપરા, રીતરીવાજ, રહેણીકરણી વગેરેની જાણકારી કેન્દ્રીય, ક્ષેત્રીય, પ્રાંતિય પદાધિકારીઓ દ્વારા આપવામાં આવશે. સાથે સાથે વિવિધ વિષયો પર વિશેષ ચર્ચાઓ દ્વારા બહેનો માહિતગાર બની સક્ષમ બને તે માટે દર વર્ષે “શોર્ય પ્રશિક્ષણ વર્ગ” નું ઉનાળામાં આયોજન કરવામાં આવે છે.

     શૌર્ય પ્રશિક્ષણ વર્ગ – ૨૦૨૪ ભાવનગર ખાતે યોજાવાનો હોય જેમાં જામનગર મહાનગર અને જામનગર ગ્રામ્યની બહેનો જોડાવવા માટે રવાના થયેલ હોય આ તકે વિશ્વ હિન્દુ પરિષદ, દુર્ગાવાહિની સૌરાષ્ટ્ર પ્રાંત ટોળી સદસ્ય કૃપાબેન લાલ, જામનગર વિભાગ અધ્યક્ષ ભરતભાઈ ડાંગરીયા, જામનગર ગ્રામ્ય અધ્યક્ષ રમેશભાઈ તારપરા, મહાનગર ઉપાધ્યક્ષ વિજયભાઈ બાબરીયા, વિશેષ સંપર્ક સંયોજક કલ્પેનભાઈ રાજાણી, બજરંગ દળ સહસંયોજક ધ્રુમિલ રાવ લંબાટે , દુર્ગાવાહિની જામનગર મહાનગર સહ સંયોજીકા કોમલબેન ધનવાણી, ગ્રામ્ય સંયોજિકા રીનાબેન વાળા સહિત પદાધિકારીઓ જામનગર જિલ્લાની આશરે 25 જેટલી બહેનોને વર્ગમાં જવા માટે કંકુ ચોખા દ્વારા વધાવવામાં આવી પહોંચ્યા હતાં. સમગ્ર સૌરાષ્ટ્રમાંથી આશરે 300 જેટલી બહેનો આ વર્ગમાં જોડાશે. આ પ્રશિક્ષણ વર્ગને સફળ બનાવવા માટે સૌરાષ્ટ્ર પ્રાંત મંત્રી ભૂપતભાઈ ગોવાણી તેમજ દુર્ગાવાહિની સૌરાષ્ટ્ર પ્રાંત સંયોજિકા ડો. નમ્રતાબેન રૈયાણી જહેમત ઉઠાવી રહ્યા છે.


Advt.

Related posts

Leave a Comment