હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.અરુણ રોય તથા એપિડેમિક મેડીકલ ઓફિસર ડૉ.દિવ્યેશ ગૌસ્વામીની સૂચનાથી તમાકુ મુક્ત યુવા અભિયાન ૨.૦નો વેરાવળની ચોકસી કોલેજ ખાતેથી શુભારંભ કરાયો હતો. તમાકુના ઉપયોગને ઘટાડવા અને તેની હાનિકારક અસરોને દૂર કરવા માટે કોલેજીયન યુવાનોને સોશ્યિલ વર્કર જીતેન્દ્ર.જે.રતનઘાયરા દ્વારા વ્યસનમુક્તિના શપથ લેવડાવવામાં આવ્યાં હતાં અને તમાકુ મુક્ત યુવા અભિયાન ૨.૦ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તમાકુ મુક્ત યુવા અભિયાન ૨.૦ને ધ્યાનમાં રાખીને આગામી દિવસોમાં જિલ્લામાં ૬૦ જેટલી તમાકુમુક્ત શૈક્ષણિક સંસ્થા(TOFEI), ૨૦ જેટલા તમાકુ- સ્મોક ફ્રી વિલેજ, ૧૬…
Read MoreDay: September 24, 2024
સ્વચ્છતા હી સેવા અંતર્ગત મધ્યાહ્ન ભોજન યોજના કેન્દ્રની સાફસફાઈ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ સમગ્ર ગુજરાતની સાથે જ ગીર સોમનાથ જિલ્લામાં પણ શરૂ કરવામાં આવેલા “સ્વચ્છતા હી સેવા અભિયાન” અંતર્ગત અલગ-અલગ થીમ બેઇઝડ આયોજન સાથે સ્વચ્છતાને લગતી વિવિધ પ્રવૃતિઓ હાથ ધરી સ્વચ્છતાનો સંદેશ ફેલાવવામાં આવી રહ્યો છે. ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાના તમામ મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રોની સાફ-સફાઈ કરવામાં આવી હતી.
Read Moreવેરાવળ ડેપો ખાતે વર્કશોપ-ઓફિસની સફાઈ કરી સ્વચ્છતા અભિયાનની ઉજવણી કરાઈ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ “સ્વચ્છતા હી સેવા-૨૦૨૪” અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં ગ્રામ્યસ્તરથી શહેરી વિસ્તારમાં જાહેર સ્થળોની સામુહિક સાફ-સફાઈ તેમજ સ્વચ્છતા જાગૃતિ અંગે અનેકવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. ત્યારે વેરાવળ એસ.ટી. વિભાગે પણ આ સ્વચ્છતા અભિયાનમાં પોતાની ભાગીદારી નોંધાવી હતી. ‘સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા’ની થીમ હેઠળ યોજાયેલા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત વેરાવળ એસ.ટી વિભાગ દ્વારા ડેપો તેમજ ડેપો મેનેજર ચેમ્બર, ઓફિસ, વર્કશોપની ઓફિસ, સ્ટોર, વર્કશોપ પ્લેટફોર્મ સહિત વર્કશોપ ખાતેની તમામ ઓફિસોની સફાઈ કરવામાં આવી હતી અને જૂની પસ્તીનો નિકાલ કરવામાં આવ્યો હતો.
Read Moreતાલાલા નગરપાલિકા દ્વારા માનવસાંકળના માધ્યમથી સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવાઈ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ‘સ્વચ્છ ભારત મિશન’ના ૧૦ વર્ષની ઉજવણીના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ સમગ્ર દેશમાં “સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા” થીમ અન્વયે સ્વચ્છતા અભિયાન પુરજોશમાં ચાલી રહ્યું છે. જેમાં ગીર સોમનાથ જિલ્લો પણ પોતાની સહભાગીદારી નોંધાવી રહ્યો છે. સ્વચ્છતા અભિયાન અન્વયે રોજ જૂદી-જૂદી થીમ અન્વયે જનજાગૃતિ અર્થે પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. જે અંતર્ગત તાલાલા નગરપાલિકા દ્વારા નગરપાલિકા ગ્રાઉન્ડમાં નગરજનો દ્વારા માનવસાંકળ બનાવી સ્વચ્છતા અંગે જનજાગૃતિનો સંદેશો આપવામાં આવ્યો હતો.
Read Moreઈણાજ ખાતે મધ્યાહ્ન ભોજન બાબતે શાળાના બાળકો સાથે સંવાદ સાધતા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ આજે ઈણાજ ખાતે ઈ-કે.વાય.સી કેન્દ્ર ખાતે ચાલતી જાણકારી અને સમીક્ષા માટે પહોંચ્યા હતાં. કલેક્ટરની આ મુલાકાત સમયે જ શાળામાં મધ્યાહ્ન ભોજનનો સમય હોવાથી બાળકો ભોજન લઈ રહ્યાં હતાં. આ જોઈને તેમણે બાળકો પાસે જઈને ભોજનની ગુણવત્તા તથા મધ્યાહ્ન ભોજન કેવું લાગે છે? તે વિશેની જાણકારી મેળવી હતી. કલેક્ટરએ મધ્યાહ્નભોજનના સંચાલક તથા શાળાના આચાર્યને બાળકોને દરરોજ નિયમિત ધોરણે મળતા પૌષ્ટિક આહાર વિશેની જાણકારી મેળવી સંતોષ વ્યક્ત કર્યો હતો. આ તકે ઇણાજ ગામના સરપંચ હરેશભાઈ વાળા, ઈણાજ શાળાના આચાર્ય રાણાભાઈ વાળા, વિદ્યાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત…
Read Moreઈણાજ ખાતે ઈ-કેવાયસી સેન્ટરની મુલાકાત લેતાં જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા
હિન્દ ન્યુઝ, ગીર સોમનથ જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા આજ રોજ ઈણાજ ખાતેના ઈ-કે.વાય.સી સેન્ટરની આકસ્મિક મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન કલેક્ટરએ રાશનકાર્ડ ઈ-કેવાયસી અંગેની પ્રક્રિયા વિશેની જાણકારી મેળવી તે અંગે પડતી મુશ્કેલીઓ અને તે માટેના ઉપાયોની ચર્ચા કરી હતી. કલેક્ટરએ ઈ-કે.વાય.સી માટે ઉપસ્થિત કર્મચારીઓને નાગરિકોને અગવડતા ન પડે તે અનુસાર સુનિયોજિત આયોજન કરવા સૂચના આપી હતી. ઉલ્લેખનીય છે કે, રાજ્યભરમાં રાશન કાર્ડમાં ઈ-કે.વાય.સી કરાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે. જિલ્લાની ગ્રામ પંચાયત ખાતે વીસીઈ દ્વારા ઈ-કે.વાય.સી કરાવવામાં આવે છે ત્યારે આજરોજ જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા, અધિક નિવાસી કલેકટર…
Read Moreકાજલી માર્કેટિંગ યાર્ડ ખાતે તા.૨૭ સપ્ટે.ના રોજ જિલ્લાકક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાશે
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને એક જ સ્થળ પરથી વિવિધ યોજનાકીય લાભો મળી રહે તે માટે તા.૨૭ સપ્ટેમ્બર,૨૦૨૪ના રોજ વિધાનસભા નાયબ મુખ્ય દંડક જગદિશભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને વેરાવળ તાલુકાના કાજલી એ.પી.એમ.સી ખાતે જિલ્લાકક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાશે. ગરીબ કલ્યાણ મેળાના આયોજન સંદર્ભે જિલ્લા કલેક્ટર દિગ્વીજયસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જિલ્લા સેવા સદનના સભાખંડ ખાતે સંબંધિત વિભાગના અધિકારીઓની બેઠક આ અંગેની પૂર્વતૈયારીઓની સમીક્ષા માટે મળી હતી. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ દ્વારા પીવાનું પાણી, વિવિધ યોજનાકીય સ્ટોલ્સ, લાભાર્થીઓ-મહાનુભાવોની બેઠક વ્યવસ્થા, કાર્યક્રમના સ્થળે ટ્રાફિક નિયમન, વાહન…
Read Moreજામનગર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા “કૃષક સ્વર્ણ સમૃદ્ધિ વિક” ની ઉજવણીનું આયોજન
હિન્દ ન્યુઝ, જામનગર ડૉ.મોહનસિંહ મહેતાની આગેવાની હેઠળની સમિતિની ભલામણ મુજબ, ફાર્મ સાયન્સની સ્થાપનાના વિચાર બાદ પ્રથમ કૃષિ વિજ્ઞાન કેન્દ્રની સ્થાપના 1974માં તમિલનાડુ કૃષિ યુનિવર્સિટી, કોઈમ્બતુરના વહીવટી નિયંત્રણ હેઠળ પોંડિચેરી ખાતે કરવામાં આવી હતી. જેને ૫૦ વર્ષ પૂર્ણ થતાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રની સ્વર્ણિમ જયંતી વર્ષની ઉજવણીના ભાગ રૂપે સમગ્ર ભારત દેશમાં ICAR દ્વારા તા.૨૩ થી ૨૮ સપ્ટેમ્બર દરમિયાન “કૃષક સ્વર્ણ સમૃદ્ધિ વિક” ની ઉજવણી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જામનગર ખાતે કરવામાં આવી રહી છે. ઉજવણી દરમ્યાન ખેડૂતોને ટકાઉ ખેતી અને આજીવિકા વધારવા માટે નવીન કૃષિ પદ્ધતિઓ, પાક…
Read Moreપોલીસદળમાં જોડાવા ઈચ્છુક ઉમેદવારો માટે ગુજરાત સરકાર દ્વારા નિવાસી તાલીમ વર્ગોનું આયોજન
હિન્દ ન્યુઝ, જામનગર ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ દરમ્યાન પોલીસ દળ/આર્મી/એરફોર્સ/નેવી/અર્ધલશ્કરી દળો તથા પેરા મિલીટ્રી ફોર્સિસની ભરતી પૂર્વે શારીરિક/માનસિક ક્ષમતા માટેની પરીક્ષાલક્ષી નિવાસી તાલીમ યોજના અમલમાં મુકવામાં આવેલ છે. જે અંતગર્ત આગામી સમયમાં પોલીસદળમાં થનાર ભરતી માટે યુવાનો પોલીસ ભરતીમાં પાસ થઈ તેમના કૌશલ્યનો ઉપયોગ રાષ્ટ્રના નિર્માણના કામમાં થાય તે માટે ૩૦ દિવસની એક નિવાસી તાલીમ વર્ગનું આયોજન ટુંક સમયમાં કરવામાં આવશે. આ તાલીમમાં જોડાવવાં ઈચ્છુક જામનગર જિલ્લાના ફક્ત પુરૂષ ઉમેદવારોએ જિલ્લા રોજગાર કચેરી-જામનગરને પોતાના તમામ શૈક્ષણિક લાયકાતના સર્ટિફિકેટ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, જાતિનો દાખલો, બેંક પાસબુક, અધારકાર્ડ,…
Read Moreધ્રોલ ખાતે આવેલ જી.એમ.પટેલ સ્કૂલમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત ક્વિઝ યોજાઈ
“સ્વચ્છતા હી સેવા-૨૦૨૪” હિન્દ ન્યુઝ, જામનગર સમગ્ર રાજ્યમાં ચાલી રહેલા સ્વચ્છતા અભિયાનની ઉજવણી અંતર્ગત જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ શ્રી જી.એમ.પટેલ સ્કૂલ ખાતે સ્વચ્છતા ક્વિઝનું આયોજન કરવામા આવ્યું હતું. બાદમાં સ્વચ્છતા અંગે શપથ લેવામાં આવ્યા હતા. જેમાં શાળાના આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને ધ્રોલ નગરપાલિકાના સ્ટાફે ભાગ લીધો હતો.
Read More