વેરાવળ ડેપો ખાતે વર્કશોપ-ઓફિસની સફાઈ કરી સ્વચ્છતા અભિયાનની ઉજવણી કરાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

    “સ્વચ્છતા હી સેવા-૨૦૨૪” અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં ગ્રામ્યસ્તરથી શહેરી વિસ્તારમાં જાહેર સ્થળોની સામુહિક સાફ-સફાઈ તેમજ સ્વચ્છતા જાગૃતિ અંગે અનેકવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. ત્યારે વેરાવળ એસ.ટી. વિભાગે પણ આ સ્વચ્છતા અભિયાનમાં પોતાની ભાગીદારી નોંધાવી હતી.

‘સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા’ની થીમ હેઠળ યોજાયેલા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત વેરાવળ એસ.ટી વિભાગ દ્વારા ડેપો તેમજ ડેપો મેનેજર ચેમ્બર, ઓફિસ, વર્કશોપની ઓફિસ, સ્ટોર, વર્કશોપ પ્લેટફોર્મ સહિત વર્કશોપ ખાતેની તમામ ઓફિસોની સફાઈ કરવામાં આવી હતી અને જૂની પસ્તીનો નિકાલ કરવામાં આવ્યો હતો.

Related posts

Leave a Comment