“તમાકુની આદતને નકારો, સ્વસ્થ જીવન જીવો“

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

   જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.અરુણ રોય તથા એપિડેમિક મેડીકલ ઓફિસર ડૉ.દિવ્યેશ ગૌસ્વામીની સૂચનાથી તમાકુ મુક્ત યુવા અભિયાન ૨.૦નો વેરાવળની ચોકસી કોલેજ ખાતેથી શુભારંભ કરાયો હતો.

તમાકુના ઉપયોગને ઘટાડવા અને તેની હાનિકારક અસરોને દૂર કરવા માટે કોલેજીયન યુવાનોને સોશ્યિલ વર્કર જીતેન્દ્ર.જે.રતનઘાયરા દ્વારા વ્યસનમુક્તિના શપથ લેવડાવવામાં આવ્યાં હતાં અને તમાકુ મુક્ત યુવા અભિયાન ૨.૦ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

તમાકુ મુક્ત યુવા અભિયાન ૨.૦ને ધ્યાનમાં રાખીને આગામી દિવસોમાં જિલ્લામાં ૬૦ જેટલી તમાકુમુક્ત શૈક્ષણિક સંસ્થા(TOFEI), ૨૦ જેટલા તમાકુ- સ્મોક ફ્રી વિલેજ, ૧૬ જેટલી COTPA ૨૦૦૩ અને પી.ઈ.સી.એ એક્ટની સખત અમલવારી માટે એન્ફોર્સમેન્ટ રેડ કરવી જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે.

આ પ્રવૃત્તિઓ ઉપરાંત સોશ્યિલ મીડિયાને સંલગ્ન સર્જનાત્મક કૃતિઓ, સૂત્રો, અને કન્ટેન્ટેટ નિર્માણ તેમજ ડોકટરો સાથે સામૂહિક ટૉક શો, સાક્ષાત્કાર અને શૈક્ષણિક વીડિયો સોશ્યિલ મીડિયામાં શેર કરી જનજાગૃતી ફેલાવવામાં આવશે. 

આ તકે, એન.ટી.સી.પી. આરોગ્ય વિભાગના તાલુકા હેલ્થ ઓફિસર ડો. એ.બી.ચૌધરી, પ્રિન્સીપાલ ડૉ એલ.એન.જોષી, કો-ઓર્ડીનેટર ડો અર્જુનભાઈ ચોચા, ડો મુકેશ એચ. લુધવાણી, ડૉ ધર્મિષ્ઠા ક્ચોઠ, સોશ્યિલ વર્કર જીતેન્દ્ર જે રતનઘાયરા, અકીલ ચૌહાણ તથા ચોકસી કોલેજના પ્રોફેસરો તથા સ્ટાફ ઉપસ્થિત રહ્યાં હતાં.

Related posts

Leave a Comment